stealing gang : સુરતમાં વાહનોમાં ચોરી કરતી આંતરરાજય(Interstate gang) ગેંગ ઝડપાઈ છે અને 63 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં કોરના કાચ તોડી તથા ટુ-વ્હીલરની ડીક્કી તોડી રોકડ સહિત કિંમતી સામાન ચોરી લેતી આંધ્રપ્રદેશના નેલ્લોરની ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગના સાગરિતો એક શહેરમાં ચોરી કર્યા બાદ બીજા શહેરમા જઈ ત્યાં આશરો લઈ અલગ-અલગ શહેરોમાં ચોરીઓને અંજામ આપતા હતા.

માહિતીને આધારે પોલીસ નેલ્લોર ગેંગ સુધી પહોંચી
છેલ્લા કેટલાક સમયથી સુરતમાં કારના કાચ તોડી તથા એક્ટિવાની ડિક્કી તોડી રોકડ અને કિંમતી સામાન ચોરી લેવાના બનાવો વધી ગયા હતા. જેને લઈને સુરત શહેર ક્રાઈમબ્રાંચે ઝીણવટભરી તાપસ હાથ ધરી પોતાના બાતમીદારોના નેટવર્કને સતર્ક કર્યુ હતુ. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે સુરતના મોટા વરાછા ટાઉનશીપ ચાર રસ્તા પાસે કેટલાક શખ્સો ચોરી કરવાના ઈરાદે આવી રહ્યા છે.
મોટા વરાછા ટાઉનશીપ પાસેથી 6 આરોપી ઝડપાયા

જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મોટા વરાછા ટાઉનશીપ ચાર રસ્તા પાસે જાળ બીછાવી 6 આરોપીઓ(stealing gang)ને ઝડપી લીધા હતા. જેમાં મૂળ તેલંગાણાના પ્રકાશ નારાયણ મેકાલા(31), રાજેશ પ્રભુ મેકાલા(29), દાવીદ ઉર્ફે પોલ યાદાગીરી અંજૈયા(24) અને રમેશ ઉર્ફે અપ્પુ રવિ શાલ્લા(25) તથા આંધ્ર પ્રદેશના રાજુ માસૈયા નારબોયના(30) અને અપ્પારાવ વસંતરાવ ગુડ્ડુટી(27)નો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ. 3.30 લાખ, 7 મોબાઈલ, ચોરી કરવાનું સાધન પેચીયુ, ત્રણ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અલગ અલગ રાજ્યોમાં ગુના આચર્યા
આરોપીઓએ પુછ પરછમાં અનેક ગુનાઓની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓએ જણાવ્યુ હતુ કે વીસેક દિવસ અગાઉ તેઓએ આંધ્ર પ્રદેશથી ટ્રેન દ્વારા સુરત આવી વિવિધ વિસ્તારોમાંથી OLX પરથી જીના ટુ-વ્હીલર મોટસાયકલ ખરીદ્યા હતા. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રના નાંદેડ ખાતે જતા રહ્યા હતા. બાદમાં મહારાષ્ટ્રના નાંદેડ અને ઔરંગાબાદ ખાતે કારના કાચ તોડી રોકડ અને કિંમતી સામાનની ચોરી(stealing gang) કરી સુરત ભાગી આવ્યા હતા. આશરે આઠેક દિવસ પહેલા સુરતના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સીટીલાઈટ વિસ્તારમાં આવેલી બેક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી એક વ્યક્તિ મોપેડની ડિક્કીમાં મુકીને જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેનો પીછો કરી મોપેડ પાર્ક થતા તેની ડિક્કીનું લોક તોડી તેમાંથી રુ. 6 લાખની રોકડની ચોરી કરી હતી.
તે સિવાય આશરે દશેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમાંથી ઈનોવા કારના કાચ તોડી તેમાંથી રૂ. 27 હજાર રોકડની ચોરી કરી હતી. ઉપરાંત આરોપીઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગીલોલ વડે કારચના કાચ તોડી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. આ સાથે ગુજરાતના અન્ય શહેરો વડોદરા, ભરુચ, વાપી, કોસંબા, વલસાડ અને બારડોલીમાં પણપણ આજ મોડસ ઓપરેન્ડીથી અનેક ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આરોપીઓ(stealing gang)એ કરી હતી.
વાહનોમાં ચોરી કરતી આંતરરાજ્ય નેલ્લોર ગેગે 63 જેટલા ગુનાની કબુલાત કરી

આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચ એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યુ હતુ કે આ પ્રકારની ચોરીઓના ભૂતકાળમાં બનેલા બનાવો અને તાજેતરમાં બની રહેલા બનાવોમાં કડીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને બાતમીદારોની હ્યુમન ઈન્ટેલીજન્સને કામે લગાડવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમોની અથાક મહેનત બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની નેલ્લોરની આ કુખ્યાત ગેંગના 6 આરોપીઓ(stealing gang)ને ઝડપી લેવામાં આવ્યા હતા.
આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ છે કે તેઓ ફાયનાન્સ કંપની કે ફેક્ટરીમાંથી પૈસા લઈને નીકળતા લોકોનો પીછો કરી ગીલોલ વડે કારના કાચ તોડી કે પેચીયા દ્વારા ટુ-વહિલરની ડિક્કી તોડી રોક઼ડ અને કિંમતી સામાનની ચોરી કરે છે. આરોપીઓ ટ્રેનથી અલગ અલગ શહેરોંમાં જઈ ચોરીઓને અંજામ આપી ટ્રેન દ્વારા પોતાના વતન પાછા જતા રહે છે. અત્યાર સુધીની પુછપરછમાં આરોપીઓએ 63 ગુનાની કબુલાત કરી છે. જેમાં સુરતમાં 35, વડાદરામાં 14, વલસાડમાં 6, સુરત ગ્રામ્યમાં 3, નવસારીમાં 2, રાજપીપળામાં 2 ભરુચમાં 1 સહિત કુલ 63 ગુના આચર્યા છે. આ ગુનાઓનો મુદ્દામાલ કરોડો રુ.માં થાય છે. આરોપીઓ આ અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનામાં પકડાઈ ચુક્યા છે. આરોપીઓ મહારાષ્ટ્ર સહિત આંધ્રપ્રદેશમાં પણ પકડાઈ ચુક્યા છે અને આ એક આંતરરાજ્ય(Interstate gang) ચોરી કરતી ગેંગ છે જેથી અમે તેમના વતનના રાજ્ય સહિત અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરી શક્ય તેટલા વધુ ગુના ઉકેલવાનો પ્રયત્ન કરીશું.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
નેલ્લોર ગેંગ(stealing gang)ના આ શાતિર અને રીઢા ગુનેગારો પોલીસને અને સીક્યુરીટીને થાપ આપવા ટોલટેક્સમાં કામ કરતા હોય તેવા IRBના આઈકાર્ડ બનાવી પોતાના ગળામાં લટકાવી રાખતા હતા જેથી તેમના પર શંકા ન થાય. જે તે શહેરમાં ઘર ભાડે લઈને OLX પરથી જુના ટુ-વ્હીલર ખરીદી બેંકોની આસપાસ ચક્કરો મારી કે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળતા લોકોની રેકી કરતા હતા. બાદમાં ભોગ બનનાર જ્યારે પોતાનું વાહન પાર્ક કરે ત્યારે જો તે કાર હોય તો ગીલોલ વડે તેના કાચ તોડી, કે એક્ટિવા હોય તો પેચીયા વડે તેની ડિક્કી તોડી તેમાંથી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરતા હતા. તે સિવાય જો કારનો ચાલક એકલો હોય તો કારી આસપાસ નાની રકમની ચલણી નોટો વિખરાવી કાર ચાલકને પૈસા પડી ગયાનું જણાવી તેનું ધ્યાન ભટકાવી કારમાંથી રોકડ કે કિંમતી સામાન ચોરી લેતા હતા.
આ પણ જુઓ
Surat Rape : સુરતમાં વધુ એક સગીરા ગેંગરેપનો શિકાર બનતા ચકચાર