Sarkhej Chori : સરખેજ પોલીસે સાણંદ ચાર-રસ્તા પાસેથી ગોડાઉનમાં બનાવટી અમુલ ધીના 5.24 લાખ રૂ.ની કિંમતના 15 કિં.ગ્રા.ના 160 ડબ્બા સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે.

Sarkhej Chori : સાણંદ સર્કલ પાસે જગદિશ એસ્ટેટમાંથી બનાવટી ધીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એસ.જી. દેસાઈ અને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. ડી.પી. સોલંકી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કો. અજીતસિંહ પ્રભાતસિંહ અને લોકરક્ષક પૃથ્વીરાજસિંહને મળેલી માહિતીને આધારે પોલીસે સરખેજ સાણંદ સર્કલ પાસે લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની બાજુમાં સફારી ટ્રાન્સપોર્ટની પાછળ આવેલા જગદિશ એસ્ટેટના ગોડાઉન ખાતે દરોડો પાડી બનાવટી અમુલ ધીના 5.24 લાખ રૂ.ની કિંમતના 15 કિં.ગ્રા.ના 160 ડબ્બા, અમુલ બ્રાન્ડના પ્રિન્ટેડ પુંઠાના 100 નંગ બોક્સ, મોબાઈલ અને બોલેરો પીકઅપ ગાડી મળીને કુલ રૂ. 8,32,000 રૂ.નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને ઝડપી લીધા છે.
આરોપીઓમાં માધુપુરા ખાતે રહેતા દેવ બાલુસિંગ વાધેલા(24) અને ગોંડલ રાજકોટ ખાતે રહેતા અલ્પેશભાઈ ગોબરભાઈ દવેરા(30)નો સમાવેશ થાય છે. માનવજીવન માટે અત્યંત હાનિકારક ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને લોજીસ્ટિક સાથે સંકળાયેલા અસામાજીક અને ગેરકાયદેસર કૃત્ય કરતા આરોપીઓને ઝડપી લઈ સરખેજ પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યુ છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી અસલાલી પોલીસ