
ઉત્તર પ્રદેશના(UP Election) સમાજવાદી પાર્ટીના નેતા ફખરુલ હસન ચાંદે ‘કુ’ સોશીયલ મીડિયા એપ્લિકેશન પર ઈશારામાં જણાવ્યુ છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ સમાજવાદી નેતા, અભિનેતા જલદી જ સમાજવાદી Raj Babbar in SP બનશે. જો રાજ બબ્બર સપામાં જોડાશે તો કોંગ્રેસ માટે તે ઉત્તર પ્રદેશના ઈલેક્શનનો એક મોટો ફટકો હશે.

Raj Babbar in SP : સપા નેતાના ત્રણે સંકેતનો અંગુલી નિર્દેશ રાજ બબ્બર તરફ
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા ત્રણે સંકેતો એ લગભગ સ્પષ્ટ કરી દે છે કે તેઓ રાજ બબ્બર Raj Babbar in SP તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે. એવામાં રાજ બબ્બરની સમાજવાદી પાર્ટીમાં શામેમ થવાની અટકળો જોર પકડી રહી છે. પહેલાથી જ નબળી કોંગ્રેસ માટે UP Election દરમ્યાન રાજ બબ્બરનું પાર્ટી છોડવુ નુકશાન કારક સાબિત થઈ શકે છે.
રાજ બબ્બરની રાજકીય સફર

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી કોંગ્રેસમાં સાઈડ લાઈન કરાયેલા રાજ બબ્બરે પોતાનીરાજકીય કારકિર્દીની શરુઆત જનતા દળથી કરી હતી. 5 વર્ષ સુધી જનતાદળમાં રહ્યા બાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં શામેલ થયા. વર્ષ 1984માં સમાજવાદી પાર્ટીએ તેમને રાજ્યસભા સુધી પહોંચાડ્યા, વળી વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીમાંથી જ ટિકિટ મેળવી પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીમાં અમરસિંહનો પ્રભાવ વધતા તેમણે વર્ષ 2006માં સમાજવાદી પાર્ટી છોડી અને પૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહ સાથે મળીને જનમોર્ચાની રચના કરી.
રાજ બબ્બરની કોંગ્રેસમાં સફર

જોકે સમાજવાદી પાર્ટી છોડ્યાના 2 વર્ષ બાદ 2008માં તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો. રાજ બબ્બરે ફિરોજાબાદ સીટ પરથી અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવને પરાસ્ત કરી હતી, જે સમાજવાદી પાર્ટી માટે મોટો ફટકો હતો. ત્યારબાદ કોંગ્રેસ રાજ બબ્બરને વર્ષ 2014માં ગાઝિયાબાદ સીટ પરથી ભાજપના જનરલ વી,કે. સિંહ સામે મેદાનમાં ઉતાર્યા, જોકે અહીં તેમની હાર થયા બાદ કોંગ્રેસે રાજ બબ્બરને ઉત્તરાખંડથી રાજ્યસભામાં મોકલ્યા. બાદમાં કોંગ્રેસે તેમને વર્ષ 1016માં ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા. વર્ષ 2017માં રાજ બબ્બરની આગેવાનીમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની નાલેશી જનક હાર થઈ અને રાહુલ ગાંધીને વાયનાડ જવુ પડ્યુ.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
રાજ બબ્બરના સપામાં જોડાવાની અટકળો

જેકે જ્યારથી ઉત્તરપ્રદેશમાં (UP Election) પ્રિયંકા ગાંધીએ કમાન સંભાળી છે ત્ચારથી રાજ બબ્બરની સક્રિયતા ધણી ઓછી થઈ ચૂકી છે. અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા ફખરુલ હસન ચાંદે સોશિયલ મીડિયા પર કરેલા નીવેદને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં નવી ચર્ચાને વેગ આપતા રાજ બબ્બરના સમાજવાદી પાર્ટીમાં Raj Babbar in SP આસમેલ થવા અંગેની શક્યતાઓને સપાટી પર લાવી દીધી છે. અગાઉ પણ પક્ષાંતર કરી ચુકેલા અને સમાજવાદી પાર્ટીમાં ઉચ્ચ સ્થાન ભોગવી ચૂકેલા રજ બબ્બર નજીકના ભવિષ્યમાં સમાજવાદી પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં…..!!!
આ પણ જુઓ
UP Election : કોંગ્રેસને મોટો ફટકો : RPN Singh બીજેપીમાં શામેલ