27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
News Nation Politics

punjab politics : પંજાબમાં રાહુલ ગાંધીએ સિદ્ધુને રાજકીય રીતે નિપટાવી દીધા

punjab politics
SHARE STORY

punjab politics : પંજાબમાં રાહુલ ગાંધીએ સિદ્ધુને રાજકીય રીતે નિપટાવી દેતા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચરણજીતસિંહ ચન્નીને જાહેર કર્યા છે.

punjab politics : સિદ્ધુના હાથમાં આવ્યુ “બાબાજીનું ઠુલ્લુ”

punjab politics

પોતાના ટ્વિટર ડીપીમાં છેલ્લા બે વર્ષથી રાહુલ ગાધીની તસ્વીર રાખી પુજા અર્ચના કરાતા નવજોતસિંહ સિદ્ધુને આખરે રાહુલ ગાંધીએ પંજાબના રાજકારણ(punjab politics)માં રાજકીય રીતે ઠેકાણે પાડી દીધા છે. ધમકાવવુ, કરગરવુ, બંડ પોકારવું, લોબિંગ કરવા સહિત ભ્રામક પ્રચારના તમામ રાજકીય હથકંડા અજમાવવા છતાં સિદ્ધુ પંજાબમાં પોતાનું ધાર્યુ કરવાવામાં અસમર્થ રહ્યા હતા. આખરે રાહુલગાંધીએ સિદ્ધુને કોરાણે કરી પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચન્નીને જાહેર કરતા સિદ્ધુના હાથમાં આવ્યુ “બાબાજીનું ઠુલ્લુ”.

સિદ્ધુને કોંગ્રેસમાં કેવી રીતે રાજકીય બીલાડી બનાવી દેવામાં આવ્યા

punjab politics

પંજાબ કોંગ્રેસના મુખ્યંત્રી પદનો ચહેરો જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે સિદ્ધુની બોડી લેંગ્વેજનું પોસ્ટમોર્ટમ ઘણીબધી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં થઈ ચૂક્યુ છે. પરંતુ આ ધટનાનું મુખ્ય તત્વ એ છે કે ભાજપમાં રહીને સિંહની જેમ ગર્જના કરાત સિદ્ધુને કોંગ્રેસમાં કેવી રીતે રાજકીય બીલાડી બનાવી દેવામાં આવ્યા. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુનો ઉપયોગ માત્ર કોંગ્રેસમાં કેપ્ટન અમરિંદરસિંધના કદને વેતરવા માટે કરવામાં આવ્યો. કેપ્ટન અમરિંદરસિંધને વેતરતી વખતે સિદ્ધુને એમ લાગતુ હતુ કે તેઓ રાહુલ ગાંધીના ખાસમ-ખાસ છે, અને હવે પછીનાં કોંગ્રેસના પંજાબના મુખ્યમંત્રી પદનો ચહેરો બનતા તેમને કોઈ રોકી શકે તેમ નથી. જેકે સિદ્ધુ ગાંધી પરિવારની રાજનીતિને ઓળખવામાં થાપ ખાઈ ગયા. 

આ મારો નહીં પરંતુ પંજાબનો નિર્ણય : રાહુલ ગાંધી

punjab politics

ખુબજ ધ્યાનથી સમજવા જેવી બાબત છે કે પંજાબના રાજકારણમાં(punjab politics) રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા કહ્યુ કે, આ નિર્ણય મારો નથી પરંતુ પંજાબનો નિર્ણય છે, હું અભિપ્રાય ધરાવી શકુ પરંતુ નિર્ણય ન લઈ શકુ, એ પંજાબનો નિર્ણય હતો કે ગરીબ ઘરનો મુખ્યમંત્રી હોવો જોઈએ જેની સાથે હું સહમત છું. અહીં રાહુલ ગાંધીએ એ સ્પષ્ટ કર્યુ કે ચન્નીને એટલા માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નથી બનાવાયા કે તે લાયક છે, પરંતુ પંજાબની જનતાની ઈચ્ચા છે કે ગરીબ ઘરનો મુખ્યમંત્રી બને એટલા માટે બનાવાયા છે. હવે અહીં રાહુલ ગાંધીએ એ સ્પષ્ટતા નથી કરી કે આ પહેલા સાડા ચાર વર્ષ રાજ ઘરાનાના અમિરતમ મુખ્યમંત્રી અમરિંદરસિંહ કેમ હતા.

રાહુલ ગાંધીએ સિદ્ધુને સાનમાં સમજાવી દીધુ કે તમારે હજી ઘણું વધારે ઘસાવાનું છે 

punjab politics

પંજાબ(punjab politics)ના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાત પહેલા રાહુલગાંધીએ યન્ની, જાખડ અને સિદ્ધુને સાથે રાખી ફોટા પડાવી કોંગ્રેસમાં સબ-સલામતની ઘારણા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. બાદમાં બંધ બારણે થયેલી ગોપનિય મિટિંગમાં સિદ્ધુને સમજાવી દેવામાં આવ્યા કે તમને આગળ ધ્યાનપર લેવામાં આવશે તેવુ રાજકિય પંડિતો જણાવી રહ્યા છે. આ સાથે સિદ્ધુને તાકીદ કરવામાં આવી કે વધુ ઈમોશનલ થવાની જરુરીયાત નથી. જેનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યુ કે સિદ્ધુ પહેલા ક્રિકેટર હતા પછી કોમેન્ટ્રેટર બન્યા પછી કોમેડિયન બન્યા પછી નેતા બન્યા, સિદ્ધુ કલાકો સુધી પ્રેક્ટિસ કરી શકે છે. આમ કહીને રાહુલ ગાંધીએ સિદ્ધુને સાનમાં સમજાવી દીધુ કે તમારે હજી ઘણું વધારે ઘસાવાનું છે. 

રાજનૈતિક નેતા મીડિયાની ટેલિવીઝન ડિબેટોમાં તૈયાર નથી થતો : રાહુલ ગાંધી

આ સાથે રાહુલ ગાંધીએ સિદ્ધુને સ્ટેજ પર લગભગ ક્ષોભમાં મુકી દેતા કહ્યુ કે દરેક રાજનેતા પાસે શક્તિ અને નબળાઈઓ હોય છે, ક્યારેક ઈમોશનલ થઈ જાય છે, તો શું, અમારી પાસે એના બીજા પણ હીરા છે. આ ઉપરાત રાહુલ ગાંંધીએ જનાવ્યુ કે નેતા 10-15 દિવસમાં પેદા નથી થતા, સાચો રાજનૈતિક નેતા મીડિયાની ટેલિવીઝન ડિબેટોમાં તૈયાર નથી થતો, રાજનૈતિક નેતા તો વર્ષો લડીને, ઘસાઈને તૈયાર થાય છે અને કોંગ્રેસ પાર્ટી પાસે હિરાઓની કોઈ કમી નથી. આનો મતલબ એ છે કે રાહુલ ગાંધીએ સીધે સીધુ સિદ્ધુને જણાવી દીધુ કે હજી તમે નવા છો અને તમારે ઘસાવાનું બાકી છે, બહુ ઈમોશનલ થવાની જરુર નથી, અમારી પાસે બઉ બધા હીરા પડ્યા છે.

punjab politics : સિદ્ધુનું રાજકીય ભવિષ્ય હવે અધરમાં

punjab politics

વાસ્તવમાં જોઈએ તો પંજાબના રાજકારણમાં(punjab politics) અમરિંદરસિંધ ગાંધી પરિવારની રાષ્ટ્રવાદ સહિતની ઘણી બધી નીતિઓ સાથે અસહમત રહી લગભગ સ્વતંત્ર પણે પંજાબમાં શાસન કરતા હતા. જે ગાંધી પરિવારને મંજૂર ન હતુ. વળી અમરિંદરસિંહ સામે સીધી બાથ ભીડી શકે તેવો કોઈ પપેટ તેમની પાસે ન હતો. સિદ્ધુમાં તેમને એ પપેટ મળી ગયો જે અમરિંદરસિંહ સામે બાથ ભીડી પંજાબ કોંગ્રેસમાં તેમનું કદ ધટાડી શકે. સામે સિદ્ધુ એવા વહેમમાં રહી ગયા કે અમરિંદરસિંહ જેવા પંજાબના દિગ્ગજ નેતાને ગાંધી પરિવાર સામેથી દુર કર્યા બાદ તેમને મુખ્યમંત્રી પદનો સિરપાવ તો મળશે જ. જોકે ચન્નીને મુખ્યમંત્રી બનાવી સિદ્ધુને પંજાબના રાજકારણના દુધમાંથી માંખીની જેમ ફેંકી દેવાતા સિદ્ધુનું રાજકીય ભવિષ્ય હવે અધરમાં લટકી ગયુ છે. આ તકનો લાભ લઈ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ પ્રકારના મીમો થકી સિદ્ધુ પર કટાક્ષ કરવામાં આવી રહ્યા છે.

સિદ્ધુનો રાજકિય ક્રિયાકલાપ પણ સમેટાયો

punjab politics

પંજાબના(punjab politics) મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા પહેલા રાહુલ ગાંધીએ બંધબારણે સિદ્ધુને સમજાવી દીધું કે હજી તમારે ધણું ઘસાવાનું બાકી છે, વધુ ઈમોશનલ થશો તો કોંગ્રેસમાં અનેક હીરા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે રાહુલ ગાંધીએ સિદ્ધુને એવી જગ્યાએ લાવીને મુકી દીધા છે કે ત્યાંથી તેઓ ન તો ભાજપમાં પાછા ફરી શકે છે, ન તો આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે કે ન તો એ કોંગ્રેસને છોડી શકે છે. “મેરા સુંદર સપના તુટ ગયા”ની જેમ સિદ્ધુનો એ ભ્રમ ભાંગી ગયો છે કે રાહુલ ગાંધી તેમને પંજાબના મુખ્યમંત્રી બનાવશે, પરંતુ એની સાથે સાથે રાહુલ ગાંધીએ સિદ્ધુનો રાજકિય ક્રિયાકલાપ પણ સમેટી લીધો છે.

તાજા સમાચાર

“ન ઘરકે ન ઘાટ કે”

punjab politics

આ પરિસ્થિતિમાં ધુંધવાયેલા સિદ્ધુ હવે મુખ્યમંત્રી તો બની શકે તેમ નથી, પરંતુ તેમણે જે અમરિંદરસિંદ સાથે જે કર્યુ તે જોતા તેઓ ચન્નીના મુખ્યમંત્રી બનવાના હવનમાં હાડકા ન નાંખે તો જ નવાઈ. જોકે અમરિંદરસિંધનો કાંટો કાઢવા કરાયેલા સિદ્ધુના ઉપયોગને ઓળખી શકવામાં સિદ્ધુએ ઘણું મોડુ કરી નાંખ્યુ છે. હવે પંજાબ(punjab politics)માં તેમને પ્રદેશ પ્રમુખ બનાવાશે તો પણ લગભગ તમામ નિર્ણયો હાઈ કમાન્ડ અને ચન્ની દ્વારા જ લેવાશે તે સ્પષ્ટ છે. સિદ્ધુ હવે “ન ઘરકે ન ઘાટ કે” જેવી પરિસ્થિતિમાં મુકાઈ ચુક્યા છે.

આ પણ જુઓ

congress : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા


SHARE STORY

Related posts

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત

SAHAJANAND

Corona SOP : રાત્રે 12.00 થી સવારના 5.00 કરફ્યુ

SAHAJANAND

ATM Hack : ATM હેક કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

SAHAJANAND

Leave a Comment