Poor welfare fair : ગરીબ કલ્યાણ મેળામાં 1,732 લાભાર્થીઓને 3.40 કરોડના સાધનો-સહાય
ગરીબીના અભિશાપથી ગરીબોને બહાર લાવી આત્મનિર્ભર જીવન જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિશાદર્શનનું સફળ પરિણામ : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ
- 1,721 લાભાર્થીને રુ. 3.40 કરોડની સહાય-સાધનો એનાયત કરવામાં આવ્યા
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પંયાયત વિભાગની કોફી બુકનું વિમોચન

Poor welfare fair : ગરીબ કલ્યાણ મેળાઓમાં 1.47 કરોડ જેડલા લોકોને 26 હજાર કરોડથી વધુની સહાય
ગરીબ કલ્યાણ મેળાના 12માં ચરણમાં દ્વિતિય દિવસે મોરબી ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,’ગરીબીના અભિશાપમાંથી ગરીબોને બહાર લાવી સ્વમાન સાથે જીવન નિર્વાહ કરવા માટેનું સફળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે’. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ, જરૂરિયાતમંદ વંચિત લોકોને તેમના હકની સહાય-લાભ પહોંચાડવા વર્ષ 2009-10થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ અભિગમ ગુજરાતને આપ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 11 તબક્કામાં યોજાયેલ 1,530 ગરીબ કલ્યાણ મેળાઓમાં 1.47 કરોડ જેડલા લોકોને 26 હજાર કરોડથી વધુના સહાય અને લાભો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.

Poor welfare fair : ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સાધનસામગ્રી ગુણવત્તા યુક્ત
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના નાગરિકોને કોરોના વિરોધી રસીના 175 કરોડ ડોઝનું વેક્સિનેશન એ આત્મનિર્ભર રાષ્ટ્રનું ઉત્તમ ઉદાહરણ છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સાધનસામગ્રી ગુણવત્તા યુક્ત હોય.

Poor welfare fair : નાગરિકોની સહભાગિતા એ ગુજરાતના વિકાસમાં અગત્યનું પરિબળ : મુખ્યમંત્રી
રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી સ્પષ્ટ કરતા ક્લાઇમેટ ચેન્જના અલગ વિભાગની સ્થાપના કરી રાજ્ય સરકારે દૂરદર્શિતા દર્શાવી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નવતર પહેલ કરીને રાજ્યને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ અગ્રસર કરાયું છે. આવા સમયે રાજ્યના નાગરિકોની સહભાગિતા એ ગુજરાતના વિકાસમાં અગત્યનું પરિબળ સાબિત થશે અને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર થશે.
Poor welfare fair : પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ : મુખ્યમંત્રી
ગુજરાત સરકાર દ્વારા પ્રાક્રૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા લેવાઈ રહેલા પગલાઓની જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવ કરી ગુજરાત સરકાર કૃષિક્ષેત્રે નવીનતમ અધ્યતન ટેકનોલોજીનો આવિષ્કાર કરી રહી છે. આ સાથે પ્રાકૃતિક ખેતી ને આગળ ધપાવવા રાજ્ય સરકાર ઓર્ગેનિક ખેતી પેદાશોને વધારે ભાવ આપી ખરીદ કરવા અંગે પણ વિચાર કરી રહી છે.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Poor welfare fair : સત્તા નહીં પરંતુ સેવાને વરેલી સરકાર : જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ
આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે એકતા અને સંઘ ભાવનાથી કામ કરી રહેલી સરકાર ગરીબોના ઉત્થાન માટે મેળા યોજી રહી છે, જેના પરિણામો હવે પછીની પેઢીને પ્રાપ્ત થશે અને ગુજરાત વિકાસ પથ પર અગ્રેસર રહેશે. જ્યારે જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે સત્તા નહીં પરંતુ સેવાને વરેલી સરકારના સમર્થ પ્રયાસોથી છેવાડાના માનવી સુધી લોક કલ્યાણ લક્ષી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવ્યા છે, જેના માટે આ ગરીબ કલ્યાણ મેળા ઉમદા માધ્યમ પુરવાર થયા છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર