police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ અસલાલી પોલીસે મુદ્દામાલ સહિત ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાલ બારેજા ખાતે રહેતા અને મૂલ મધ્યપ્રદેશના વતની નરેન્દ્રભાઈ ગુજરાત આવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજુરી કામ કરે છે.
Aslali police arrest robbery accused : ચાકુથી હુમલો કર્યો
બનાવની વિગત પ્રમાણે નરેન્દ્રભાઈ કરીયાણાનો સમાન ખરીદી પોતાના મિત્રો સાથે પોતના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન મહીજડા રડો પર સ્મશાન પાસે અવવરુ જગ્યાએ પહોંચતા મોટર સાયકલ અને એક્ટિવા પર આવેલા લૂંટારુઓએ તેમના પર અચાનક ચાકુથી હુમલો કરી દીધો હતો. હુમલામાં નરેન્દ્રભાઈને જમણા હાથના બાવડા પાસે ઈજા થઈ હતી.

મોબાઈલ અને રોકડ લૂંટી આરોપીઓ ફરાર
હુમલો થવાથી ડધાઈ ગયેલા નરેન્દ્રભાઈ પાસેથી રુ. 7,000ની કિંમતનો મોબાઈળ ફોન અને 1,500 રુ. રોકડાની લૂંટ ચલાવી આરોપીઓ તેમના વાહનો પર ભાગી ગયા હતા.
Aslali police arrest robbery accused : અસલાલી પોલીસની ત્વરિત કાર્યવાહી

આ અંગે ફરિયાદ દાખલ થતાં અસલાલી પોસીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.આર. જાડેજાએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરીત એક્શન લેતા અલગ-અલગ ટીમો બનાવી બારેજા તથા તેની આસપાસના વિસ્તારમાં ઝણવટભરી તપાસ આરંભી દીધી હતી. જેને પગલે આરોપીઓને લુંટના મુદ્દામાલ સહિત હુમલો કરવામાં વપરાયેલ છરીઓ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
આરોપીઓ
આરોપીઓમાં ગાયકવાડ હવેલી ખાતે રહેતા કુત્બુદ્દીન ઉર્ફે કુતુબ નીજામુદ્દાન સૈયદ(30) અને બારેજા ખાતે રહેતા સતોષ ઉર્ફે ભોલો હિંમતસિંહ ડેડિયા(22) શામેલ થાય છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
અસલાલી પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
punjab politics : પંજાબમાં રાહુલ ગાંધીએ સિદ્ધુને રાજકીય રીતે નિપટાવી દીધા