Peak of positivity : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીની સાકરાત્મકતા શિખર પર જોવા મળી છે. ASI પ્રદિપસિંહ માસ્ક-હેલ્મેટ પહેરેલા સીટબેલ્ટ બાંધેલા લોકોનું યોકલેટ આપી અભિવાદન કરે છે.

Peak of positivity : પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ
સામાન્ય રીતે પ્રજા અને પોલીસ વચ્ચેની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થતા રહેતા હોય છે. પરંતુ એ નક્કર સત્ય છે કે ચોરી, લૂંટ, મારામારી, પડોશી સાથે તકરાર, લુખા તત્વોનો ત્રાસ સહિત સુરક્ષાની બાબતે કે કુદરતી આફતોમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તે સૌથી પહેલા પોલીસનો સંપર્ક કરે છે. જે પ્રજાના પોલીસ પરના વિશ્વાસની નક્કર સાબિતી છે. પોલીસ સાથે કેટલીક બાબતોમાં લોકોને મતમતાંતરો હોઈ શકે છે અને જેના પર વિશેષ ચર્ચા થઈ શકે છે.

Peak of positivity : પોલીસકર્મી દ્વારા માસ્ક-હેલ્મેટ પહેરેલા, સીટબેલ્ટ બાંધેલા નાગરિકોનું ચોકલેટ આપી અભિવાદન

પોલીસની સામાન્ય છબીથી અલગ પોલીસ અને પ્રજા વચ્ચેની વિશ્વસનીયતામાં વધારો કરતો પોલીસકર્મીની સકારાત્મકતાનો એક દાખલો સામે આવ્યો છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ રોડ પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર(ASI) વાધેલા પ્રદિપસિંહ રતનજી ટ્રાફિક સિગ્નલ પર માસ્ક-હેલ્મેટ પહેરેલા અને સીટબેલ્ટ બાંધેલા નાગરિકોને બીરદાવી તેમને ચોકલેટ આપી આભાર વ્યક્ત કરે છે.

Peak of positivity : નિયમોનું પાલન કરવા વિનમ્ર સુચન
આ સાથે તેઓ શાળાએ જતા માસ્ક પહેરેલા નાના બાળકોને પણ ચોકલીટ આપી બીરદાવે છે, તેમનો આભાર વ્યક્ત કરે છે અને સાથે સાથે વિનમ્ર સુચન કરે છે કે હેલમેટ ચોક્ક્સ પહેરજો, માસ્ક ચોક્કસ પહેરજો અને સીટબેલ્ટ ચોક્કસ લગાવજો.
Peak of positivity : પોલીસકર્મીની સકારાત્મક પહેલ નાગરિકોની જાગૃતિમાં વધારો કરશે
પ્રથમ નજરે સામાન્ય જણાતી આ ધટના નવતર પ્રયોગ કરવાની ક્ષમતા સહિત ઉચ્ચ કોટીની સકારાત્મકતા પ્રદર્શિત કરે છે. જે નવા વિચાર સાથે પ્રદિપસિંહ હેલ્મેટ-માસ્ક અને સીટબેલ્ટ બાંધેલા લોકોનું ચોકલેટ આપી અભિવાદન કરે છે તેને લઈને લોકોમાં માસ્ક-હેલ્મેટ અને સીટબેલ્ટ અંગે જાગૃતિ વધવા સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ વધે છે. આ પ્રક્રિયામાં લોકો માત્ર નિયમોના પાલન માટે જ નથી પ્રેરાતા પરંતુ આ પ્રકારની સકારાત્મક પહેલ કરવાનો વિચાર પણ ક્યાંક ને ક્યાંક તેમના માનસમાં લઈને જાય છે.
Peak of positivity : નિયમોનું પાલન કરવા અંગેની સામુહિક સમઝણમાં સુધાર
પ્રદિપસિંહ જેવી નવતર સકારાત્મકતાની અસરો પોલીસની છબી સુધારવા સુધી સીમિત ન રહેતા નાગરીકોના કાયદો-વ્યવસ્થા અને નિયમો પાળવાના સામુહિક વર્તનની સમઝણમાં પણ સુધાર લાવે છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
વળી કોઈ પણ સમાજમાં સકારાત્મકતા આગવુ મહત્મ ધારવે હોય છે. NEWSPANE24 પરિવાર ASI પ્રદિપસિંહ દ્વારા કરાયેલી આ નવતર સકારાત્મક પહેલને બીરદાવે છે. કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારની સકારાત્મકતા સામજીક, પ્રશાસનીક કે રાજકિય એમ દરેક સ્તરે આવકાર્ય છે.