27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Breaking Nation World

Operation Ganga : પોલેન્ડથી 2 ફ્લાઈટમાં 437 વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યા

Operation Ganga
SHARE STORY

Operation Ganga : ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી પોલેન્ડ પહોંચેલા 437 વિદ્યાર્થીઓ 2 ફ્લાઈટમાં ભારત પહોંચ્યા.

Operation Ganga

ભારત સરકાર દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ-નાગરિકોને સ્વદેશ પાછા લાવવા “ઓપરેશન ગંગા” અંતર્ગત સધન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરુપે આજે પોલેન્ડથી 2 ફ્લાઈટમાં 218 અને 219 મળીને કુલ 437 વિદ્યારથીઓ દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

Operation Ganga : ભારત સરકાર દરેકને સુરક્ષિત રીતે પરત લાવવામાં કોઈ કસર છોડશે નહીં : જનરલ વી.કે. સિંગ

Operation Ganga

વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા અંતર્ગત પોલેન્ડ ખાતે ગયેલા કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંગે પોલેન્ડ પહોંચતા જ વિદ્યાર્થીઓ સાથે વતચીત કરી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે હું પોલેન્ડ પહોંચ્યો છું, અને હું જમીન પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યો છું. અહીં, મેં ગુરુસિંઘ સભા, વોર્સો ખાતે ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે.ભારત સરકાર દરેકને સુરક્ષિત રીતે પરત લાવવામાં કોઈ કસર છોડશે નહીં.

Operation Ganga : ઓપરેશન ગંગા હેઠળ પોલેન્ડથી પ્રથમ ફ્લાઈટ રઝેઝો એરપોર્ટથી રવાના થઈ

Operation Ganga

પોલેન્ડથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને આવતી પહેલી ફ્લાઈટની તૈયારી બાદ જનરલ વી.કે.સિંગે જણાવયુ હતુ કે ઓપરેશન ગંગા હેઠળ પોલેન્ડથી પ્રથમ ફ્લાઈટ રઝેઝો એરપોર્ટથી રવાના થઈ છે. જ્યાં સુધી અમે દરેક ભારતીયને પરત નહીં લાવીએ ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.

Operation Ganga : 2 ફ્લાઈટમાં અનુક્રમે 218 અને 219 વિદ્યાર્થીઓ-નાગરિકો દિલ્હી પાછા ફર્યા

વિદ્યાર્થીઓને પાછા ફરવામાં મદદરુપ થઈ બે ફ્લાઈટનું આયોજન કર્યા બાદ જનરલ વી.કે. સિંગે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ઓપરેશન ગંગા હેઠળ 2 ફ્લાઈટમાં અનુક્રમે 218 અને 219 વિદ્યાર્થીઓ-નાગરિકો દિલ્હી પાછા ફરે છે. તેમને સુરક્ષિત ઘરે પહોંચાડવા બદલ પ્રથાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી હતી.

Operation Ganga : જનરલ વી.કે. સિંગે પોલેન્ડનો આભાર વ્યક્ત કર્યો

આ સથે જનરલ વી.કે. સિંગે પોલેન્ડ સરકાર તથા રાષ્ટ્રપતિ Andrzej Duda અને પ્રધાનમંત્રી Mateusz Morawiecki નો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તાજા સમાચાર

Operation Ganga : પોલેન્ડમાં હેલ્પડેસ્ક નંબરો


<p class=પોલેન્ડ પહોંચતા જ જનરલ વી.કે. સિંગે હેલ્પડેસ્કના નંબરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી વિદ્યાર્થીઓને મદદ માટે સંપર્ક કરવા નંબરો ઉપલબ્ધ કરાવતા ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે આ દેશોની સરહદોની નજીક ગમે ત્યાં ફસાયેલા ભારતીયો, સાથે રહો અને આ હેલ્પડેસ્કના સંપર્કમાં રહો.

આ પણ જુઓ

Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા


SHARE STORY

Related posts

AAP punjab cm candidate : પંજાબમાં AAPના મુખ્યમંત્રીનો ચહેરો ભગવંત માન

SAHAJANAND

Indian Student Died : યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત : ભારતીયોને તત્કાલ કિવ છોડવા સુચના

Newspane24.com

Curfew lifted : ગુજરાતમાંથી કરફ્યુ ગાયબ

SAHAJANAND

INDvsSA 3rd Test : બીજા દિવસે સાઉથ આફ્રિકા 210 રને સમેટાયુ : ભારત 57/2

SAHAJANAND

Leave a Comment