Operation Ganga : ભારત સરકાર દ્વારા “ઓપરેશન ગંગા” અંતર્ગત યુક્રેનથી 182 ભારતીય નાગરિકો લઈને 7મી ઈવેક્યુએશન ફ્લાઈટ મુંબઈ પહોંચી.
Operation Ganga : “ઓપરેશન ગંગા” હેઠળ 7 મી ઈવેક્યુએશન ફ્લાઈટ મુંબઈ ઉતરી

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ-નાગરિકોને સ્વદેશ પાછા લાવવા ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ “ઓપરેશન ગંગા” હેઠળ 7 મી ઈવેક્યુએશન ફ્લાઈટથી 182 ભારતીયોને વતનમાં પાછા લાવવામાં આવ્યા છે. આ માટે ખાસ મોકલવામાં આવેલી એરઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઉતરી હતી.
Operation Ganga : પાછા ફરેલા નાગરિકોનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા સ્વાગત

આ ફ્લાઈટમા રહેલા ભારતીય નાગરિકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી સફળતા પૂર્વક સ્થળાંતર કરી ભારત હેમખેમ પાછા ફરેલા નાગરિકોનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
Operation Ganga : સરકાર તમામ નાગરિકોને ભારત લાવવા માટે પ્રતિબદ્ધ

નારાયણ રાણે એ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ભારત સરકાર યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય તમામ નાગરિકોને ભારત લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે વિદ્ર્યાર્થીઓને હૈયાધારણા આપતા જણાવ્યુ હતુ કે યુક્રેનમાં રહી ગયેલા તેમના સરકાર્યકરો અને મિત્રોને પણ જલદી જ બહાર કાઢી લેવામાં આવશે.
Operation Ganga : પાછા ફર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ચિતિત અને નર્વસ
નારાયણ રાણે દ્વારા મીડિયા સાથેના સાક્ષાત્કારમાં જણાવવામાં આવ્યુ હતુ કે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પરત ફર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ ચિંતિત અને નર્વસ હતા. તેઓને તેમને ખાતરી આપી હતી કે હવે તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. આ સાથે રાણેએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પોતાના ઘર સુધી પહોંચવા માટે તમામ પ્રકારની જરુરી સહાય રાજ્યો પુરી પાડશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પ્રસંગે માતૃભૂમિનો સ્પર્શ કરી પરિવારો સાથે મુલાકાત કરતા વિદ્યાર્થીઓને ભારત સરકારનો આભાર વ્ય્ક્ત કર્યો હતો. દેશના વિવિધ રાજ્યોની સરકારો દ્વારા વિદ્યાર્થીઓની સગવડ માટે મુબઈ એરપોર્ટ ખાતે હેલ્પડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.

આ પણ જુઓ
Railway Police : મોરૈયા-મટોડા સ્ટેશન વચ્ચે પાટાની એન્કર ક્લિપ કાઢી નાંખનાર શખ્સો ઝડપાયા