ફેબ્રૃઆરી સુધી ઓફલાઈન એજ્યુકેશન બંધ
Online teaching : ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 9 ના વર્ગોને રાજ્યમાં 5 ફેબ્રૃઆરી સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે 5 ફેબ્રૃઆરી સુધી ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવામાં આવશે.
કોરોના સંક્રમણની સ્થિતિની સમિક્ષા બાદ નિર્ણય

રાજ્ય સરકારની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યતામાં મળેલી કોર કમિટીની મીટિંગમાં રાજ્યની હાલની કોરોના સંક્રમણની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ બાળકો-વિદ્યાર્થીઓના આરોગ્યના સંરક્ષણ અને સલામતી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Online teaching : આ બેઠક અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં આગામી 5 ફેબ્રૃઆરી સુધી કક્ષા 1 થી લઈને 9 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે જ્યારે Online teaching ચાલુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 7 જાન્યુઆરીએ 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગો માટે ઓફ લાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
5 ફેબ્રૃઆરીએ કોરોના અંગેની પરિસ્થિતિની પુનઃસમિક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે

જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા હવે 5 ફેબ્રૃઆરીએ કોરોના અંગેની પરિસ્થિતિની પુનઃસમિક્ષા કર્યા બાદ શાળાઓમાં વર્ગ ખંડમાં શિક્ષણ આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, મુખ્ય સચિવ સહિત ગૃહ વિભાગના સચિવો ઉપસ્થિત રહ્યા હતા.