27 C
Ahmedabad
September 26, 2023
NEWSPANE24
News Ahmedabad Crime

NDPS ACT : કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન સહિત અન્ય બે આરોપીઓને ઝડપી લેતી ATS : વધુ 3.25 કરોડનો હેરોઈનનો જથ્થો પકડાયો

SHARE STORY

NDPS ACT : કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન સહિત અન્ય બે આરોપીઓને ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી વધુ 3.25 કરોડનો હેરોઈનનો જથ્થો પકડાયો છે.

ડ્રગ્સની હેરાફેરી કરવા નેપાળ, શ્રીલંકા, અને ગુજરાતની બોર્ડર સહિત દરિયાઈ માર્ગનો ઉપયોગ

NDPS ACT : ભારતી દ્વારા કાશ્મિર બોર્ડર પર હથિયારો, ડ્રગ્સ સહિત આતંકવાદીઓની ઘુસણખોરી પર લગામ લગાવ્યા બાદ ધુંધવાયેલી પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈએ ભારતને નુકશાન પહોંચાડવાના નવા કીમિયાઓ અજમાવવાનું શરૂ કર્યુ છે. જેમાં ડ્રગ્સ અને હથિયારોની સપ્લાય માટે દ્રોણ ટેકનોલોજીનો ઉપયોગ કાશ્મિર અને પંજાબ બોર્ડર પર કરવામાં આવી રહ્યો છે. આ સાથે નેપાળ, શ્રીલંકા, અને ગુજરાતની બોર્ડર સહિત દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

NDPS ACT : જેને લઈને ભારતીય કેન્દ્રીય એજન્સીઓએ રાજ્યોને સતર્ક કરતા હરકતમાં આવેલ રાજ્યોની એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં દેશના બોર્ડર વિસ્તારોમાંથી અને જળમાર્ગોથી ડ્રગ્સના વિપુલ જથ્થા ઝડપાઈ રહ્યા છે. જેમાં ગુજરાત એટીએસની ટીમે 15 નવેમ્બરના રોજ મોરબીના ઝીંઝુૂડા ગામે રેડ કરીને આશારે રૂ. 600 કરોડની કિંમતના અંદાજીત 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કંન્સાઈનમેન્ટ અંગેની વધુ તપાસ અને પકડાયેલા આરોપીઓની પુછપરછમાં સીમવર્તી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગ્લર્સની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં અત્યાર સુધી રૂ. 730 કરોડની કિંમતના હેરોઈનના જથ્થા સાથે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

NDPS ACT
સર્જેરાવ કેશવરાવ ગરડ

ગુજરાત એટીએસની ટીમે દિલ્હી ખાતેથી 3.25 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો

NDPS ACT : આ કેસમાં પકડાયેલા આરોપી માઈકલ યુગો ચુક્વુના રીમાન્ડ દરમિયાન તેણે પોતાના દિલ્હી ખાતેના મકાનમાં ડીલીવરી દ્વારા મેળવેલો હેરોઈનનો કેટલોક જ્થ્થો છુપાવી રાખ્યો હોવાનું કબુલ્યુ હતુ. જના આધારે એટીએસની ટીમે દિલ્હીના નિલોઠી ખાતે આરોપી માઈકનના મકાનમાં દરોડો પાડી આશરે રૂ. 3.25 કરોડનો 650 ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી લીધો છે. આરોપી માઈકલે વધુ પુછપરછમાં જણાવ્યુ હતુ કે હેરોઈનનો જથ્થો ખરીદવા માટે તે ઈશા રાવ અને તેની ગેંગના માણસોને આંગડીયા દ્વારા પેમેન્ટ કરતો હતો.

NDPS ACT
જાબીયર ઉર્ફે જાવીદ કાસમ સોઢા

ડ્રગ્સ કાર્ટેલના મૂળ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

NDPS ACT : ઉપરાંત પકડાયેલા અન્ય બે આરપીઓમાંનો એક પુણે મહારાષ્ટ્ર ખાતે રહેતો સર્જેરાવ કેશવરાવ ગરડ(56) ગુજરાતમાં જામનગરની આસપાસના વિસ્તારોમાંથી ઈશા રાવ તથા તેના સાગરીતો મારફતે હેરોઈનની ડીલીવરી લઈ બસ કે ટ્રેન દ્વારા દિલ્હી જઈ આરપી માઈક યુગો ચુક્વુ અને અન્ય નાઈઝીરીયન રીસીવર્સને આપતો હતો. જેનું પેમેન્ટ માઈકલ યુગો ચુક્વુ આંગડીયા દ્વારા ઈશા રાવ અને તેના સાગરીતોને કરતો હતો. જ્યારે પકડાયેલા અન્ય બે આરપીઓમાંનો સચાણા જામનગર ખાતે રહેતો જાબીયર ઉર્ફે જાવીદ કાસમ સોઢા(32) ઈશા રાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરિયામાં જઈ ગેરકાયદેસર હેરોઈનના જથ્થાની ડીલીવરી મેળવી સચાણા ગામે પોતાની પાસે રાખતો હતો અને ઈશા રાવની સુચના પ્રમાણે આ જથ્થો ઈશા રાવ તથા તેના સાગરીતોને પહોંચાડતો હતો.

હાલ કેન્દ્રીય એજન્સીઓ ડ્રગ્સની હેરાફેરી પર બાજ નજર રાખી રહી છે અને સાથે ગુજરાત એટીએસ ડ્રગ્સના આ કાર્ટેલના મૂળ સુધી પહોંચવા ઝીણવટભરી તપાસ ચાલાવી રહી છે.

તાજા સમાચાર

Advertisement

આ પણ જુઓ

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો


SHARE STORY

Related posts

Stray Cattle : વડોદરા શહેરમાં રખડતા ઢોરના માલીકો પર પાસા જેવા કડક પગલા લેવામાં આવશે

SAHAJANAND

બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવ્યુ

SAHAJANAND

રાજ્યમાં આજે Coronaના 10,150 નવા કેસ : 8 ના મોત

SAHAJANAND

Crime Branch : વસ્ત્રાપુરમાં 24 લાખની ચોરી કરનાર ઘરઘાટીને 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

Leave a Comment