Naroda Theft : નરોડામાં થયેલી 1.25 કરોડના દાગીનાની ચોરી કરનાર શખ્સને 1.10 કરોડના મુદ્દામાલ સાથે માધવપુરા નમસ્તે સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
Naroda Theft : ક્રાઈમબ્રાંચને મળી માહિતી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પો.સબ.ઈન્સ. આર.એ.જાલાને માહિતી મળી હતી કે નરોડામાં થયેલ ચોરીનો આરોપી આનંદ હરીસીંગ રાજપુત, રહે. માંડવીની પોળ, રાયપુર, અમદાવાદ શહેર મુળ રહે, કાલીન્દ્રી તા. શિવગંજ જી.શિરોહી રાજ્સ્થાન કોઈ વસ્તુ ભરેલો કાપડનો થેલો લઈને નમસ્તે સર્કલ હાજીપુરા ગાર્ડન પાસે ઉભો છે. જેના થેલામાં ચોરીનો મુદ્દામાલ છે. જેના આધારે પોલીસે ત્વરિત એક્શનમાં આવી આનંદને નમસ્તે સર્કલ પાસેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી પોલીસે 1.10,21,500 રૂ. ની કિંમતના સોનાના દાગીનાનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Naroda Theft : આરોપીને ૨૭૧૯.૭૭ ગ્રામ (૨ કિલો ૭૧૯ ગ્રામ) સોનાના દાગીના સાથે ઝડપી લેવાયો
આરોપી આનંદને તેના ગામના જ ગણેશભાઈ પ્રભારામ ઘાંચીએ માંડવીની પોળ ખાતે રહેતા અને એમ.એચ. જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મુકેશભાઈ હનકારામ ઘાંચીને ત્યાં નોકરી રખાવ્યો હતો. મુકેશભાઈ ધંધાર્થે 1.25 કરોડના દાગીના લઈ એક્ટિવા પર આનંદને પાછળ બેસાડી સેમ્પલ બતાવી પાછા ફરતા નરોડા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં મુકેશભાઈ પેશાબ કરવા જતા આ તકનો લાભ લઈ આનંદ સોનાના દાગીના ભરેલુ એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયો હતો. એકટીવા ઇન્ડીયા કોલોની પાસે બીનવારસી હાલતમાં મુકી સોનાના દાગીના ભરેલો થેલો લઇ પોતાના મિત્ર ગણેશ પ્રભારામ ઘાંચીને ફોન કરી બોલાવી તેની સાથે અમદાવાદ છોડી ઉપરોકત બંન્ને આરોપીઓ નાસી ગયા હતાં.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
ત્યારબાદ ઉપરોકત બંન્ને આરોપીઓ જુદી જુદી જગ્યાઓએ ફરી આખરે રાજ્સ્થાન પહોંચ્યા હતાં, તેમજ ઉપરોકત ચોરી કરેલ સોનાના દાગીના પૈકી કેટલાક દાગીના આરોપી ગણેશ પ્રભારામ ઘાંચી લઇ નાસી ગયેલ હતો. આરોપી આનંદ પોતાની પાસે રહેલ સોનાના દાગીના લઇ વેચવાના ઇરાદે અમદાવાદ શહેર ખાતે આવ્યો હતો. દરમિયાન ક્રાઈમબ્રાંચે આરોપી આનંદને હાજીપુરા ગાર્ડન નજીકથી સોનાના જુદી જુદી ડીઝાઇન દાગીના કુલ વજન ૨૭૧૯.૭૭ ગ્રામ (૨ કિલો ૭૧૯ ગ્રામ) કુલ્લે કિં.રૂ.૧,૧૦,૨૧,૫૦૦/ સાથે ઝડપી લીધો છે.

આ પણ જુઓ
SOG Police : બંધુક સાથે શખ્સને ઝડપી લેતી Ahmedabad SOG