26 C
Ahmedabad
September 18, 2023
NEWSPANE24
News Ahmedabad Breaking Politics

Narendra Modi Gujarat Visit :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહાસંમેલન સ્થળનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

SHARE STORY

અમદાવાદ, આવતિકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ ( Narendra Modi Gujarat Visit ) પર છે. આ દરમિયાન જીએમડીસી ગ્રાઉંડ ખાતે પંચાયતી રાજ મહા સંમેલન તથા બીજા દિવસ ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ સાંજે મહાસંમેલન સ્થળનું નિરીક્ષણ કર્યું.

મહાસંમેલન સ્થળનું નિરીક્ષણ કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ થી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ( Narendra Modi Gujarat Visit ) વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. તંત્ર દ્વારા પંચાયતી રાજ મહાસંમેલનના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના (Khel Mahakumbh) પ્રારંભ અવસરના સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યપ્રધાને આ કાર્યક્રમો ના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સહિતની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief minister) સાથે આ સ્થળોના નિરીક્ષણ દરમિયાન પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજકુમાર, પંચાયત અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર સંદીપકુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.


SHARE STORY

Related posts

Habitual thief : એક દિવસમાં 3 ચોરી કરનાર બે રીઢા ગુનેગારોને ઝડપી લઈ 5 ગુનાના ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત

SAHAJANAND

strictly follow corona controls : રાજ્ય પોલીસ વડાએ કોરોના નિયંત્રણના ચુસ્ત પાલન અગે પોલીસને આપ્યા આદેશ

SAHAJANAND

Leave a Comment