24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
News Gujarat

Namo in Gujarat : ગુજરાત રાષ્ટ્રને નવી દિશા ચીંધવા સમર્થ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Namo in Gujara
SHARE STORY

Namo in Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયત સંમેલનમાં ગુજરાત રાષ્ટ્રને નવી દિશા ચીંધવા સમર્થ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલ ગુજરાતના પંચાયત મહાસંમેલનમાં લોકપ્રતિનિધિઓને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ગાંધી અને સરદારની ભૂમી ગુજરાતે હંમેશા ગ્રામિણ આત્મનિર્ભરતા અને વિકાસની વાતને મહત્વ આપ્યુ છે. એવામાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પૂજ્ય ગાધીજીના ગ્રામ આત્મનિર્ભરતા અને ગ્રામ વિકાસના સ્વપ્નને ચરીતાર્થ કરવા કટીબદ્ધ બનીએ.

Namo in Gujara

Namo in Gujarat : લોકપ્રતિનિધિઓ થકી પંચાયતીરાજને ગતિ આપવાનું કાર્ય

ગામડાઓનો વિકાસ એ ગાધીજીનું અગત્યનું સ્વપ્ન હતુ. કોઈ પણ લોકતંત્રને મજબુત બનાવવામાં પંચાયતીરાજ વ્યવસ્થા મહત્વનું સ્થાન ધરાવે છે. પંચાયતીરાજને પરિણામલક્ષી ગતિ આપવાનું અને પરિવર્તન લાવવાનું કાર્ય લોકપ્રતિનિધિઓ તથા સરપંચો દ્વારા કરાતુ હોય છે, ત્યારે ગુજરાતની પંચાયતીરાજ્ય વ્યવસ્થા આખા દેશ માટે પ્રેરણારુપ બને તેવો વિશ્વાસ પ્રધાનમં6ી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.

Namo in Gujara

Namo in Gujarat : કોરોનાને દુર કરવામાં ગામડાઓનું યોગદાન

સમગ્ર ગુજરાતના ખૂણે-ખુણામાંથી અત્રે પધારેલા લોકપ્રતિનિધિઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે કોરોના જેવી વૈશ્વિક મહામારીને લઈને સમગ્ર દેશ હચમચી ગયો હતો ત્યારે દેશના ગામડાઓની સ્વયંભૂ જાગૃતિએ કોરોનાની મહામારીને પરાસ્ત કરવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. દેશભરના ગામડાઓએ કોરોનાને નાથવા પોતાના નિયમો બનાવી કોરોનાને સફળતા પૂર્વક દુર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હોઈ સૌ અભિનંદનના અધિકારી છે.

Namo in Gujarat : “ગામમાં કોઇને ગરીબ નથી રહેવા દેવા” 

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી કાળનું સ્મરણ કરતા ઉલ્લેખ્યું હતું કે તેમણે રાજ્યની પંચાયતી વ્યવસ્થામાં નારી શક્તિના યોગદાનને સમર્થ બનાવવા નવતર અભિગમ અપનાવ્યો હતો,  આ સાથે તેમણે, “ગામમાં કોઇને ગરીબ નથી રહેવા દેવા”  આ સંકલ્પને સાકાર કરવા જનપ્રતિનિધિઓને આવાહન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતુ કે, “કોઈપણ જવાબદારીને સામૂહિક રીતે વહન કરવાની ક્ષમતા એ જ આપણી તાકાત છે”.

Namo in Gujara

Namo in Gujarat : રાજ્યની પંચાયતી વ્યવસ્થા ને સશક્ત કરવામાં મહિલાઓનું નોંધપાત્ર યોગદાન

પંચાયતી રાજ્ય વ્યવસ્થા માં નારી શક્તિના યોગદાનને બિરદાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની પંચાયતી વ્યવસ્થા ને સશક્ત કરવામાં મહિલાઓનું નોંધપાત્ર યોગદાન છે. એક સમય એવો હતો કે જ્યારે ગામડાઓમાં ચૂંટણીને લઈને કુંસંપ વધવા સાથે ઠેર ઠેર વેરઝેર જોવા મળતુ હતુ. જ્યારે હવે સમરસ પંચાયતનો અભિગમ રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  આ પ્રસંગે વિનોબા ભાવે નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જો નાગરિકો ભેગા મળી સહમતિથી ગામના પ્રતિનિધિની પસંદગી કરે તો ગામમાં સંપ વધે તે વાતને આજે ગુજરાત સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે.

Namo in Gujara

Namo in Gujarat : ગામડુ રાષ્ટ્રભકિત અંગે જનચેતના જગાવે

રાષ્ટ્રની નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સિંચન અંગે વિશ્વાસ વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળાઓ એ ગામડાની પ્રાણશક્તિ છે,  સામૂહિક ચિંતન માટે શાળામાં ભણેલા લોકોને ભેગા કરી ઓગષ્ટ  2023 સુધી રાજ્યનું દરેક ગામડું ઓછામાં ઓછા ૭૫ દિવસ પ્રભાતગીરી નું આયોજન કરી રાષ્ટ્રભક્તિ અંગે જનચેતના જગાવવાના કાર્યમાં જોડાય તે સમયની માંગ છે. આ પ્રકારની પ્રભાત ફેરી માં સરદાર, ગાંધી, ભગતસિંહ જેવા અનેક નામી-અનામી વરોની બલિદાનગાથાને યાદ કરવામાં આવે તો નવી પેઢીમાં નિશ્ચિતપણે રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન કરી શકાય. 

Namo in Gujara

Namo in Gujarat : પ્રત્યેક ગામ 75 વૃક્ષ વાવે

પર્યાવરણની જાળવણી અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે દરેક ગામ સંગઠિત થઈ અને પ્રત્યેક ગામમાં 75 વૃક્ષો વાવવાની રચનાત્મક પહેલ દ્વારા આપણે પર્યાવરણને જાળવવાનું કાર્ય પણ કરી શકવા સમર્થ છીએ. જેથી બહારથી ગામમાં આવ્તા વ્યક્તિને ગામ પ્રત્યે રુચી-લગાવ વધે અને સાથે સાથે ગામની સુંદરતા પણ વધે તેવા પ્રયાસો લોકપ્રતિનિધિઓ દ્વારા હાથ ધરાશે તો આપણે વિકાસના નવા આયામો સ્થાપિત કરી શકીશું.

Namo in Gujara

Namo in Gujarat : પ્રાકૃતિક ખેતીને મહત્વ

આ સાથે પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે, “ધરતીમાતાને આપણે રાસાયણિક તત્વો થકી પીડા આપીએ છીએ પરંતુ હવે આપણે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ધરતીમાતાનને પીડામુક્ત કરી શકીએ છીએ, જેનાથી પર્યાવરણની સાથે સાથે નાણાંનો પણ બચાવ થશે.”

Namo in Gujarat : સરપંચોને રાષ્ટ્રના સર્વોચ્ચ નેતૃત્વ સાથે સંવાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થવું ઐતિહાસિક ઘટના : મુખ્યમંત્રી

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાના ગુજરાતના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના સરપંચોને રાષ્ટ્રના સર્વોચ્ચ નેતૃત્વ સાથે સંવાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થવું એ એક ઐતિહાસિક ઘટના છે. 

તાજા સમાચાર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓના વિકાસને ગતિ આપવા પ્રધાનમંત્રી દ્વારા નાણાપંચ થકી ફાળવવામાં આવતી ગ્રાંટમાં વધારો કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રા અને ગાંધી જયંતિ ના અવસર પર યોજાયેલી ગ્રામ સભાઓ ની સફળતા નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન નિયમિત ગ્રામ સભાઓ યોજવાનો જે ચીલો પાડવામાં આવ્યો હતો તે પથ પર ગુજરાત સરકાર ચાલી રહી છે.

આ પણ જુઓ

Moyamoya Disease : દુર્લભ રોગ “મોયામોયા”થી પીડાતા બે બાળકોને સયાજી હોસ્પિટલના ન્યુરો-સર્જરી વિભાગે આપ્યુ નવુ જીવન


SHARE STORY

Related posts

Crime Branch : જુહાપુરામાં 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે 3 શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

Cultural Activities : પાટણની ગોકુલ ગ્લોબલ યુનિ.નો કલા મહાકુંભ-2021

SAHAJANAND

Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા

Newspane24.com

Agriculture : સરકાર લધુત્તમ ટેકાના ભાવથી ચણાની ખરીદી કરશે

SAHAJANAND

Leave a Comment