Murder : રામોલમાં બીઆરટીએસ કર્મીના ખૂનના ગુનામાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને ક્રાઈમ બ્રાંચે(Ahmedabad Crime Branch) ઝડપી લીધો છે અને રામોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

હત્યા(Murder)ની ઘટના
ગત 24 જાન્યુઆરીના દિવસે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સી.ટી.એમ. ચાર રસ્તા બીઆરટીએસ બસ સ્ટોપ પાસેના બીઆરટીએસ રુટમાં કાર ચલાવવાને લઈને બોલાચાલી થતાં બીઆરટીએસના કર્મચારી જતીનભાઈને આરોપીએ ચાકુથી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં જતીનભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
પોલીસને મળી આરોપીની માહિતી

ઘટનાની ગંભીરતાને ધાયને લેતાં ક્રાઈમ બ્રાંચ(Ahmedabad Crime Branch)ના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીકની સુચના અનુસાર પો.ઈ. એ.વાય. બલોચ, પો.સ.ઈ. કે.એમ. ચાવડા, પો.સબ.ઈ. બી.વી. બેંન્કર તથા રામોલ પોલીસ સ્ટેશનની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે આ ગુનાનો મુખ્ય સુત્રધાર ફરાર આરોપી જયરાજ ઉર્ફે પિન્ટુ હાલ રામોલ વેરા પાસે આવેલા કામધેનું મેદાનમાં હાજર છે.
આરોપી છરી સાથે ઝ઼ડપાયો

જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી મુળ ડુંગરપુર રાજસ્થાનના અને હાલ ખોખરા અમદાવાદ ખાતે રહેતા જયરાજસિંહ ઉર્ફે જયેશ ઉર્ફે પિન્ટુ વિક્રમસિંહ ચૌહાણ(29)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ, રુ. 21,000 રોકડા, એક છરી, એક ડોંગલ મળી કુલ રુ. 23,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીની હત્યાની કબુલાત
આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે 24 જાન્યુઆરીના રોજ તે વર્ના કાર લઈને પોતાના સગરીત આશિષ તોમર સાથે સીટીએમથી જશોદાનગર જવા નિકળ્યો હતો. ત્યારે બીઆરટીએસનું ફાટક બંધ હોવાથી ત્યાં હાજર કર્મચારી સાથે ઝઘડો કરી તેને ધક્કો મારી પાડી દઈ ઈજા કરી હતી. ત્યારબાદ મારી કાર બીઆરટીએસ રુટમાં ન જવા દેતા મેં મારા ઓળખીતા શુભમ મિશ્રા, મહેશ યાદવ અને યોગેશ રાજપુતને ફોન કરી બોલાવતા તેઓ અક્ટિવા લઈને આવી ગયા હતા. દરમ્યાન ત્યાં હાજર અન્ય બે બીઆરટીએસના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરી છરીથી બંન્નેને ગંભીર ઈજાઓ કરી અમે ભાગી ગયા હતા.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
આરોપી રામોલમાં હત્યા(Murder), ગંભીર પ્રકારની મારામારી અને એક્ટ્રોસીટીના ગુનામાં ફરાર છે, આ સાથે રામોલમાં જ અન્ય એક ગુનો કરી ચુક્યો છે. આ સિવાય જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોહિબીશનના ગુના આચરી ચુક્યો છે. આ સથે આરોપી મેધરજ મહીસાગર અને હિંમતનગર સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
આ પણ જુઓ
Kidnaping : પિતાની સારવાર કરવા આવતો વિધર્મી શખ્સ સગીરાને ભગાડી ગયો