
Mobile Thieves : 22 ચોરીના મોબાઈલ સાથે બે અઠંગ મોબાઈલ ચોરને વડોદરા સીટી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી લીધા છે.
માહિતીને આધારે પોલીસે બંન્ને અઠંગ મોબાઈલ ચોરને ઝડપી લીધા
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસને માહિતી મળી હતી કે ભુતડિઝાપા બસ સ્ટેન્ડ પાસે બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા નીકળ્યા છે. જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી વડોદરા ખાતે રહેતા સમીર સબ્બીરમાંયા શેખ(20) અને સાકિબ ઉર્ફે કાલુ સલીમમીંયા શેખ(20) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
જંબુસર, વડાદરા અને રાજસ્થાનના અજમેર ખાતેથી મોબાઈલ ચોર્યા હોવાની કબુલાત
આરોપીઓએ પુછપરછમાં આશરે દોઠેક માસ પહેલા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતેથી ફરજ પર રહેલા ડૉક્ટરના મોબાઈલની ચોરી, વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલની ચોરી, જંબુસર ભરુચ ખાતેથી મોબાઈલોની ચોરી તથા અજમેર રાજસ્થાન ખાતેથી મોબાઈલોની ચોરી કરી કુલ 21 મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
રૂ. 1.22 લાખના 22 મોબાઈલ કબજે

પોલીસે આરોપી (Mobile Thieves)ઓ પાસેથી રૂ. 1,22,000 ની કિંમતના કુલ 22 મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે આરોપીઓ અન્ય કેટલા ગુનાઓમાં શામલે છે અને તમની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Surat પોલીસે અપહરણ થયેલ બે વર્ષના બાળકને 72 કલાકમાં આવી રીતે શોધ્યો