
દેશનું દ્વિતીય અને ગુજરાત રાજ્યનું પ્રથમ ભીંત ચિત્ર

Mahatma Gandhi : દેશના ગૃહમંભી અને ગુજરાત ગાંધીનગર લોસસભાના સાંસદ અમિતશાહે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ગાંધીજીના કુલડીઓમાંથી બનાવેલા ચિત્રનું અનાવરણ કર્યુ હતુ. 100 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું આ ચિત્ર લાલ રંગની માટીથી તૈયાર કરવામાં આવેલી 2,795 કુલડીઓથી તૈયાર કરવામાં આવ્યુ છે. જે આ પ્રકારનું દેશનું દ્વિતીય અને ગુજરાત રાજ્યનું પ્રથમ ભીંત ચિત્ર છે.
‘કુંભાર શક્તિકરણ યોજના’ હેઠળ તાલિમ પામેલા 75 કુંભારો દ્વારા બનાવવામાં આવ્યુ

Mahatma Gandhi ના આ ચિત્રની વધુ એક ખાસિયત એ છે કે તેને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુલડીઓ બનાવવા માટે સમાગ્ર દેશમાંથી માટી એકત્ર કરવામાં આવી હતી અને આ માટી દ્વારા તૈયાર કરાયેલી કુલડીઓ KVICની ‘કુંભાર શક્તિકરણ યોજના’ હેઠળ તાલિમ પામેલા 75 કુંભારો દ્વારા બનાવવામાં આવી છે.
કુંભારો અને મધમાખી પાલકોને મદદ

Mahatma Gandhiના ભીંત ચિત્રના અનાવરણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કુંભારો અને મધમાખી પાલન કરતા લોકોને 200 ઈલેક્ટ્રિક ચાકડા તથા 400 મધમાખીનો ઉછેર કરવા માટેના બોક્સ વિતરીત કર્યા હતા.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
દેશ માટે બલીદાન આપનારા શહીદોના સંઘર્ષની માહિતી યુવાઓ સુધી પહોંચવી જરુરી

આઝાદીના આંદોલનમાં1857 થી 1947 સુધી જે લોકોએ પોતાના જીવ હોમ્યા અને સર્વોચ્ચ બલિદાન આપ્યુ 30 જાન્યુઆરીના દિવસને તેમની સ્મૃતિમાં સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વળી આ વર્ષે દેશ આઝીદિના 75માં વર્ષની ઉજવણી પર આઝાદીનો અમુત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે ભારદતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરને અત્યંત ઉત્સાહ સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જેની પાછળ તેમના બે ઉદ્દેશ્ય ઉડીને આંખે વળગે છે. એકતો નવી પેઢીને આઝાદીના લાબા ચાલેલા સંગ્રામની મહત્તવતાથી અવગત કરાવવા અને બીજુ જેમણે આ સંગ્રામમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધુ તેવા લોકોના સંઘર્ષની માહિતી નવી પેઢી સુધી પહોંચાડવા સાથે તેમના માનસમાં રાષ્ટ્રના પુનઃનિર્માણોનો સંકલ્પ જાગૃત કરવો.
આ પણ જુઓ
flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત