Table of Content : લોક રક્ષક દળનો કર્મચારી સુરતમાં લાંચ(Bribery) લેતા ઝડપાયો : ACB ની કાર્યવાહી
સુરતમાં લોકરક્ષક દળના 2 કર્મચારીઓએ પૈસાની લેવડ-દેવડના મામલે ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી રૂ. 20 હજારની લાંચ(Bribery)ની માંગણી કરી હતી. જોકે ફરીયાદીએ એન્ટિ કરપ્સન બ્ચુરો(ACB)ને જાણ કરતા આરોપીઓમાંના એકને ઝડપી લેવાયો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે

અરજીની તપાસમાં ફરીયાદ કરવાની ધમકી આપી રૂ. 20ની લાંચ માંગી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના સિટી લાઈઠ વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સામે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે રુપીયાની લેવડ-દેવડને લઈને એક અરજી કરવામાં આવી હતી. આ અરજીની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા લોક રક્ષક એજાઝ હુસેનભાઈ જુનેજા તથા અમિતભાઈ ધીરુભાઈ રબારીને સોંપવામાં આવી હતી. આ બંન્ને આરોપીઓમાંના એઝાજે ફરિયાદીને અરજી અંગે ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી અરજીનો નીકાલ કરવા માટે રુ. 20 હજારની લાંચ(Bribery)ની માંગણી કરી હતી. જેથી આ ફરીયાદી લાંચ(Bribery)ની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે સુરત શહેર ACB પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સુરત શહેર ACB પોલીસે સિટીલાઈટ વિસ્તાર ખાતે આવેલ જમનાનગર પોલીસ ચોકી પાસે અણુવ્રત દ્વારા પાસે ACBએ છટકુ ગોઠવ્યુ હતુ.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
મુખ્ય આરોપી એઝાજ ફરાર
જોકે બંન્ને આરોપીઓએ મેળાપીપણું કરી લાંચ(Bribery)ની રકમ સ્વિકારવા અમિત રબારી આવતા તે સુરત શહેર ACB પોલીસના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. દરમિયાન ACBના દરોડામાં આરોપી અમિત રબારી પકડાઈ ગયો હોવાની જાણ થતાં એજાઝ ધટનાસ્થળેથી ભાગી ગયો હતો. ACB દ્વારા આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ નવસારી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ચૌધરીને સોંપવામાં આવી છે.
આ પણ જુઓ
ધોલેરામાં કન્ટેનર પલટ્યુ : અંદરથી મળ્યો 17 લાખનો દારુ