liquor seized : વટામણ ધોલેરા હાઈવે પરથી 18.89 લાખનો દારુનો જથ્થો અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ઝડપી લીધો છે.

ગુજરાતમાં દારુબંધી નિયંત્રણમાં છે.
ગુજરાતની દારુબંધીનો એક અલગ જ મિજાજ છે. છાશવારે અહીં લાખો રુ.નો દારુ પકડાય છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રસ્તા પર જતા છાશવારે લોકોનો સામનો ટુન થઈ ગયેલા મહારાજાઓથી થઈ જાય છે. જોકે પોલીસ અને પ્રશાસન અનુસાર ગુજરાતમાં દારુબંધી નિયંત્રણમાં છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી શાખાએ વટામણ ધોલેરા હાઈવે પરથી માહિતીની આધારે ટ્રકમાં સંતરાની આડમાં સંતાડી રાખેલા રુ. 18,89,160 ની કિંમતનો દારુનો મોટો જથ્થો ઝડપી(liquor seized) લીધો છે.

પોલીસે માહિતીને આધારે જાળ બીછાવી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે વટામણ ધોલેરા હાઈવે પરથી ટ્રકમાં દારુનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસે અહીં જાળ બીછાવી બે શખ્સો સહિત હિમાચલ પાસીંગની ટ્રકના પાછળના ભાગે સંતરાની આડશમાં છુપાવેલા ભારતીય બનાવટના 429 પેટી(5,748 બોટલ) વિદેશી દારુનો જથ્થો(liquor seized) ઝડપી લીધો છે.

આરોપીઓ
આરોપીઓમાં હિમાચલ પ્રદેશના સિમલા ખાતે રહેતા મોહંમદહનીફ રતારદીન ગુર્જર(40) અને અકબર તુમનદિન ગુર્જર(26)નો સમાવેશ થાય છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
દારુની હરાફેરીમાં અન્ય કેટલા શખ્સો શામેલ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસે આ અંગે ગુનો દાખલ કરી દારુનો આ જથ્થો(liquor seized) ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, કોને ડીલીવર કરવાનો હતો અને દારુની આ હરાફેરીમાં અન્ય કેટલા શખ્સો શામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Chain Snatcher : સંતરામ મંદિરમાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર ઝડપાયો