Killing of Woman : સુરત અને ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

Killing of Woman : સુરત બાદ અમદાવાદમાં પણ જાહેરમાં મહિલાને રહેંસી નંખાઈ
રાજ્યના વિવિધ શહેરોમાં પ્રેમીઓ દ્વારા પોતાનીજ પ્રેમિકાઓ પર હુમલો કરી કરપીણ હત્યા કરવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. સુરતમાં ગ્રીસ્માની હત્યાના પડધા હજી સમ્યા પણ નથી ત્યાંં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમદાવાદના માધુપુરામાં પ્રેમ સંબંધોને લઈને પ્રેમી દ્વારા જ પરીણિત મહિલાની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે.
Killing of Woman : ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા
ઘટનાના સીસીટીવી ફુટેજ પ્રકાશમાં આવતાં તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે જાહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનથી લગભગ 100 મીટરના અંતરે લારી પરથી શાકભાજીની ખરીદી કરી રહેલી મહિલા પર હત્યારો પ્રેમી તુટી પડે છે અને હથીયાર વડે ઉપાર ઉપરી ધા કરી તેની હત્યા કરી નાંખે છે. આસપાસના લોકો વચ્ચે પડવાનો પ્રયત્ન કરતા હત્યારો ભાગી જાય છે.

Killing of Woman : હત્યા બાદ આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર હત્યારાનું નામ નરેશ છે. જે હત્યા કર્યા બાદ પોતાના ઘરે ભાગી ગયો હતો અને પોતાના ઘરમાં ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનએ તેને આત્મહત્યા કરતા પહેલા બચાવી લીધો હતો, ત્યારબાદ હત્યારો ઘર છોડીને ભાગી ગયો હતો. જોકે પલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.
Killing of Woman : પોલીસ કાફલો ઘટનાસ્થળો

ધટના અંગે જાણકારી મળતા પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ કે આરોપીનું નામ નરેશ રાઠોડ છે અને મૃતક મહિલાનું નામ આશાબેન બોડાણા છે. મૃતક અને આરોપી બંન્ને એક વિસ્તારના રહીશો છે.
Killing of Woman : પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો
બંન્ને એકજ વિસ્તારના રહીશો હોવાને લઈને નરેશ આશાબેનના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. જ્યારે આશાબેન પરીણિત હોવા સાથે તેમને બે બાળકો હોવાને લઈને તેમણે પ્રેમસંબંધ રાખવા ઈન્કાર કર્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા નરેશે તેમની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
Killing of Woman : શાકભાજી ખરીદતી વખતે મહિલા પર પાછળથી હુમલો
આશાબેન માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણીમાતાના મંદિર પાસે લારી પરથી શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા ત્યારે નરેશે પાછળથી આવીને ઉપરાઉપરી છરીના પાંચ થી છ જેટલા ધા મારી દેતા આશાબેન નીચે ઢળી પડ્યા હતા.
Killing of Woman : વિશ્વ મહિલા દિને જ મહિલાની વહારે કોઈ ન આવ્યુ
આ અંગે એલ ડિવિઝનના એસીપી ડી.એસ. પટેલે જણાવ્યુ હતુ કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. આરોપી નિર્દયતાથી એક પછી એક છરીના ધા મારે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. વિશ્વ મહિલા દિને જ એક મહિલાની જાહેરમાં થઈ રહેલી હત્યાને આસપાસના લોકો માત્ર તમાશાની જેમ જોતા રહી ગયા ત્યારે સોશિયલ મીડિયામાંથી બહાર આવી વાસ્તવિકતામાં મહિલાઓનું સન્માન કરવામાં આવે તે જરુરી છે.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
મહિલાઓની જાહેરમાં એક પછી એક થઈ રહેલી હત્યાઓ આપણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિતિ અંગે પશ્નાર્થ ચિહ્ન લગાવી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિન નિમિત્તે પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે થયેલી મહિલાની આ હત્યા આપણી સમાજવ્યવસ્થા પર લાગેલો એક બદનુમા દાગ છે. સાથે સાથે આ તમામ હત્યાઓ મહિલાઓની સુરક્ષા અંગે સમાજ વ્યવસ્થામાં સુધારાની જરુરીયાત પર વિચાર કરવા મજબુર કરે છે.
આ પણ જુઓ
Dudh na Tempa ma Daru : દુધના ટેમ્પામાં ચોર ખાનું : ઝડપાયો 4.22 લાખનો દારુ : જુઓ વીડિયો