Kidnaping : પિતાની સારવાર કરવા આવતો શખ્સ સગીરાને ભગાડી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.
વિધર્મી 31 વર્ષના શખ્સ દ્વારા 17 વર્ષ અને 4 માસની સગીરાનું અપહરણ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં કિશન ભરવાડની વિધર્મી યુવકો દ્વારા કરાયેલી હત્યાને લઈને સમગ્ર રાજ્યમાં રેલીઓ અને દેખાવો અને પ્રદર્શનો યોજાઇ રહ્યા છે તેવામાં એક વિધર્મી યુવક દ્વારા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સગીરાના અપહરણ Kidnaping ને લઈને ચકચાર મચી ગઈ છે. વડોદરાના આજવા રોડ ખાતે રહેતો મોહંમદજાવેદ અબ્દુલઅઝીઝ શેખ 31 વર્ષની ઉંમર ધરાવે છે અને તેણે 17 વર્ષ અને 4 માસની સગીરાનું અપહરણ Kidnaping કર્યાની ફરીયાદ વડાદોરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સગીરાના પિતાએ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ૧૭ વર્ષ 4 માસની ઉંમર ધરાવતી તેમની દીકરી 23 જાન્યુઆરી 2022ના રોજ ઘર છોડીને જતી રહી છે અને તેમને શંકા છે કે કોઈ અજાણ્યા શખ્શો તેનું આપહરણ Kidnapingકરી ગયા છે.
વડોદરા પોલીસે અપહરણના Kidnaping આરોપીને ઝડપી લીધો

જેના આધારે કારેલીબાગ પો.સ્ટે.ના પી.આઈ. વી.એન. મહિડાના માર્ગદર્શમ હેઠળ પો.સ.ઈ. વી.એ. સોલંકીએ આ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર સગીરાને તેના પિતાની સારવાર કરવા આવતો જાવેદ શેખ નામનો શખ્સ ભાગાડી ગયો છે. જેના આધારે પોલીસે જાવેદ શેખને ઝડપી લીધો હતો.
આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે સગીરાને તે પહેલા ભુજ લઈ ગયો હતો, ત્યાંથી પાછી વડોદરા લાવ્યા બાદ નાસીરાબાદ ખાતે મકલી દીધી હતી. સગીરા નાસીરાબાદથી સુરત જતી બસમાં આવતી હોવાની માહિતી મળતા પોલીસે અલગ અલગ ટીમે બનાવી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસે તથા દુમાડ ચોકીડી તેમજ વાધોડિયા ચોકડી પાસે તપાસ હાથ ધરી ધરતા ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી સગીરા એકલી મળી આવી હતી.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપી લગ્ન કરવાના ઈરાદે ફોસલાવીને અપહરણ Kidnaping કરી લઈ ગયો હતો : સગીરા

સગીરાએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે આરોપી તેને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ Kidnaping કરીને લઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જુઓ
Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત