IPL 2022 : આ મહિનાના અંતમાં શરુ થનારી IPL 2022 ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે સુરત આવી પહોંચી છે.
ક્રિકેટ એ ભારતવાસીઓનો બીજો ધર્મ છે. ભારતીયો ક્રિકેટને ભરપુર માણે છે. એવામાં IPL 2022 લીગ 26 માર્ચથી શરુ થવા જઈ રહી છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોતના ખેલાડીઓને ભરપુર અભ્યાસ મળી શકે તે માટે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓ સાથે સુરત આવી પહોંચી છે.

ચેન્નાઈ સુપરકિંગ્સે સુરતમાં સ્થાપ્યો બેઝ કેમ્પ
IPL 2022 ની તમામ ટીમેએ પોત-પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. IPL 2022 ના વિજય સિલ્ડને હાથમાં લેવો એ તમામ ટીમોનું લક્ષ્ય છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સુરતમાં પોતાનો બેઝ કેમ્પ બનાવી પ્રેક્ટિસ કરવાની છે.
ક્રિકેટ રસીકો સ્ટેડિયમ પહોંચ્યા
દરમ્યાન મહેન્દ્રસિંહ ધોની સહિતના ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓના સુરત આવવાના સમાચારને લઈને ઉત્સાહમાં આવી ગયેલા સુરતના ક્રિકેટ રસીકો ટીમના ઉત્સાહમાં વધારો કરવા સ્ટેડિયમ પહોંચી ગયા હતા. જોકે ટીમના સદસ્યો હાલ કોરનાને લઈને બાયો-બબલમાં ક્વોરેન્ટાઈન રહેશે.
ચેન્નાઈ સુપરકિંગ્સ 7 થી 22 માર્ચ સુધી પ્રેક્ટિસ કરશે
લાલભાઈ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ 7 માર્ચ થી લઈને 22 માર્ચ સુધી પ્રેક્ટિસ કરવાના છે. ત્યારપછી આઈપીએલના શિડ્યુલ પ્રમાણે મેચ માટે અલગ અળગ જગ્યાએ પ્રવાસ કરશે.

IPL 2022 : સુરતના લાલભાઈ સ્ટેડિયમાં પણ લાલ માટીની પીચ
સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ દેશના આધુનિક સ્ટેડિયમોમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત ભારતમાં ટોચના સ્ટેડિયમોમાં સથાન ધરાવતા મુંબઈ, બેંગલોર, કલકત્તા અને અમદાવાદના સ્ટેડિયમોની જેમ જ હવે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પણ લાલ માટીની પીચો બનાવવામાં આવી છે.

IPL 2022 : મેનેજમેન્ટ ટીમે કર્યુ સ્ટેડિયમની વ્યવસ્થાઓનું આકલન
આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રેક્ટિસ મેનેજમેન્ટ ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતેની વ્યવસ્થાઓના આકલન માટી આવી તમામ વ્યવસ્થાઓ અને સગવડોની ચકાસણી કર્યા પછી પ્રેક્ટિસ માટે આ સ્ટેડિયમ પર પસંદગી ઉતારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હવે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમને પોતાનો ગઢ બનાવી અહીં પોતાના સૈનિકોને તૈયાર કરવા સાથે વિરોધી ટીમને પરાસ્ત કરવાની રણનિતી તૈયાર કરશે.

IPL 2022 : સુરક્ષાને લઈને સ્ટેડિયમમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ નહીં
સુરક્ષાના કારણોને લઈને સરકાર અને બીસીસીઆઈ પહેલાથી જ સતર્ક છે. ચેનાનાઈ સુપર કિંગ્સની ટીમની પ્રેક્ટિસ દરમ્યાન કોઈ પણ વ્યક્તિને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
IPL 2022 : ચેન્નાઈ સુપરકિંગ્સે #singhamsinsurat હેશ-ટેગ ચલાવ્યો

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાંથી સન્યાસ લીદા બાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિહં ધોનીની લોકચાહના બરકરાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતના ઓફિશ્યલ પેજ મહેન્દ્રસિંહ ધોની સહિત અન્ય ખેલાડીઓના ફોટા મુકીને #singhamsinsurat હેશ-ટેગ પણ ચલાવ્યો છે.
આ પણ જુઓ
Operation Ganga : “ઓપરેશન ગંગા” યુક્રેનથી 182 ભારતીય નાગરિકો લઈને 7મી ઈવેક્યુએશન ફ્લાઈટ મુંબઈ આવી
