
Investment in Gujarat : ઔદ્યોગિક સ્તરે દેશના અગ્રસર રાજ્ચોમાં આવતા ગુજરાતમાં પ્રતિષ્ઠિત કંપની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડીયા લિમીટેડ દ્વારા 6 વિવિધ પ્રોજેક્ટસમાં 1 લાખ 66 હજાર કરોડનાં સુચિત રોકાણ Investment in Gujarat કરવા અંગેના MOU પુરા કરી લેવામાં આવ્યા છે.
સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને આર્સેલર મિત્તલ તરફથી સીઈઓ દિલીપ ઓમેન દ્વારા હસ્તાક્ષર

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માં સકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિત્તલ દરમ્યાન થયેલા આ એમઓયુના દસ્તાવેજો પર સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને આર્સેલર મિત્તલ તરફથી સીઈઓ દિલીપ ઓમેન દ્વારા હસ્તાક્ષર કરી કરાર સંપૂર્ણ કરવામાં આવ્યો હતો.
Investment in Gujarat : વિવિધ પ્રોજક્ટ્સ અંતર્ગત રોકાણ

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આ એમઓયુ પ્રમાણે આર્સેલર મિત્તલ જે 6 પ્રોજેક્ટ્સમાં રોકાણ કરાવાની છે તેમાં હજિરા ખાતે આવેલી હયાત કેપ્ટીવ જેટીનું એક્સપાન્સન સહિત મોર્ડનાઈઝેશન કરવા માટે રૂ. 4200 કરોડ વપરાશે. આ સાથે હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી 18 MMTPA સુધી પહોંચાડવા માટે 45 હજાર કરોડ વપરાશે. આ સાથે સુરતના સુવાલીમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપિટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્સન માટે 30 હજાર કરોડ અને કીડીઆબેટ સુરત ખાતે સ્ટીલ સિટી અને ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર માટે 30 હજાર કરોડનું રોકાણ Investment in Gujarat કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ભવનગરના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટનો સમાવેશ

આ સાથે આર્સેલર મિત્તલ રુ. 40 હજાર કરોડના ખર્યે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર કુલ 10 ગીગાવોટના રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરશે. જેમાં સોલાર, હાઈબ્રીડ અને વિન્ડ એનર્જી એમ ત્રણેય પ્રકારની એનર્જીનો સમાવેશ કરવામાં આવશે. તે સિવાય પ્રથમ તબક્કામાં ભવનગરના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રત્યક્ષ કે પરોક્ષ તકો 1.80 લાખ યુવાઓ માટે રોજગારીનો માર્ગ પ્રશસ્ત

ઔધ્યોગિક રોકાણ Investment in Gujarat ની આ કડીમાં આર્સેલર મિત્તલ દ્વારા સુરતના હજીરા ખાતે એક ડાઉન સ્ટ્રીમ કોક ઓવન પ્રોજેક્ટ અંતર્ગત રુ. 17 હજાર કરોડનુ રોકાણ કરવામાં આવશે. ઉપરોક્ત તમામ રોકાણો અંતર્ગત સર્જાતી રોજગારીની પ્રત્યક્ષ કે પરોક્ષ તકો 1.80 લાખ યુવાઓ માટે રોજગારીનો માર્ગ પ્રશસ્ત કરશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
ગુજરાત સરકાર પોલીસીઓને આધીન સહાય કરશે
આ પ્રોજેક્ટ્સ સમયસર આકાર લઈ શકે તે માટે ગુજરાત સરકાર નિયમાનુસાર આપવાની થતી પરવાનગીઓ અને અન્ય ટેકનીકલ જરૂરી બાબતોને લઈને નિયમો અને પોલીસીઓને આધિન આર્સેલર મિત્તલને સહયોગ કરવાનો પ્રયત્ન કરશે.
આ પણ જુઓ
National Voters’ Day : ચાલો આપણી ચૂંટણી પ્રક્રિયાને સુગમ-સમાવિષ્ટ બનાવવા સહભાગી બનીએ