Infrastructural development : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે રુ. ૭૩૯ કરોડ મંજૂર કર્યા છે.
- ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત આંતરમાળખાકીય 238 વિકાસ કાર્યો માટે અમદાવાદને રુ. 736.10 કરોડ ફાળવાયા
- ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત આંતરમાળખાકીય 238 વિકાસ કાર્યો માટે જામનગરને રુ. 2.72 કરોડની ફાળવણી

Infrastructural development : શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને દરખાસ્ત
રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરને કુલ રૂ. 738.82 ના આંતરમાળખાકીય વિકાસ કાર્યોને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત વર્ષ 2021-22 માટે આ બંન્ને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પ્રાકારના માળખાકિય વિકાસકાર્યો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને દરખાસ્તો મોકલવામાં આવી હતી.

Infrastructural development : ભૌતિક આંતરમાળખાકીય વિકાસના (ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ) 217 કાર્યો માટે રુ. 567.76 કરોડને મંજૂરી
મુખ્યમંત્રીને મળેલી દરખાસ્તો અનુસાર તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના (ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ) 217 કાર્યો માટે રુ. 567.76 કરોડને મંજૂરી આપી છે. જેમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ડ્રેનેજ, એસ.ટી.પી. સુએઝ નેટવર્ક, વિવિધ 7 ઝોનમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, બોરના કામ, પાણીની પાઈપ લાઈન, થર્મોપ્લાસ્ટિક પેઈન્ટ લગાવવાના કામ, રોડ રિસરફેસિંગ સહિતના કામોને સમાવેશ થાય છે.

આ સાથે મુખ્યમંત્રીએ સામાજીક આતરમાળખાકીય વિકાસ અંતર્ગત મેડીકલ ઈક્વિપમેન્ટ ખરીદી, હોસ્પિટલ બિલ્ડીંગ, કોન્યુનિટી હોલ, કોવિડ સંબંધી આઈસીયુ બેડ, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ અને અર્બન હેલ્થ સેન્ટર સહિતના 19 કાર્યો માટે રુ. 162.84 કરોડની ફાળવની અમદાવાદ મહાનગરપાલીકા માટે કરી છે. જ્યારે અર્બન મોબિલીટીના કાર્યો અંતર્ગત આવતા 2 કાર્યો માટે રુ. 5.50 કરોડની ફાળવણી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કરી છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

Infrastructural development : જામનગર મહાપાલિકામાં આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરવા 2.72 કરોડ મંજૂર
ઉપરાંત જામનગર મહાપાલિકામાં આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરવા ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત રુ. 2.72 કરોડ વોર્ડ નંબર-15 ગ્રીન સિટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કાર્યો માટે મુખ્યમંત્રીએ ફાળવ્યા છે.
આ પણ જુઓ
E Vehicle : મુખ્યમંત્રીનો ઇ-વ્હિકલ ક્ષેત્રોના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે સંવાદ