Indian Student Died : યુક્રેનના ખારકિવમાં એક ભારતીય નવીન નામના વિદ્યાર્થીનું મોત થયુ છે તેની સાથે ભારતીયોને શક્ય તેટલી ઝડપે કિવ છોડવા સુચના આપવામાં આવી છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ત્યાં ફસાયેલા ભરતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા એ ક્રમશઃ વધુને વધુ જટિલ સમસ્યા બનતી જાય છે. યુક્રેનિયન નાગરિકોના ભારતીય વિદ્યાર્થીઓને મારવાના વાયરલ વીડિયો સાથે યુક્રેનમાં ફસાયેલા ભરતીય નાગરિકોના પરિવારો સહિત સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ છે.
Indian Student Died : વિદ્યાર્થીના મૃત્યુ અંગે વિદેશ મંત્રાલયની જાણકારી

એવામાં યુક્રેનના ખાર્કિવ શહેરમાં ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ વચ્ચે એક ભારતી વિદ્યાર્થીનું મેત થયુ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપતા લખ્યુ છે કે “ઉંડા દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે.”
Indian Student Died : ભારતીયોનને શક્ય તેટલી ઝડપે કિવ છોડવા સુચના

Indian Student Died : આ સાથે કિવ, યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ.પરથી સુચના આપવામાં આવી છે કે “વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આજે તાત્કાલિક કિવ છોડવાની સલાહ આપવામાં આવે છે. વહેલામાં વહેલા ઉપલબ્ધ ટ્રેનો દ્વારા અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમો દ્વારા.”
Indian Student Died : ખાર્કિવના રહેણાંક વિસ્તારોમાં બોંબમારો
દરમ્યાાન ખાર્કિવ પર હુમલાનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેરની વચ્ચે આવેલી ઈમારતો પર બોંબમારો થતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
યુક્રેનમાં ભારતીય દુતાવાસના ટ્વિટર એકાઉન્ટ પરથી જાહેર કરવામાં આવેલી આ સુચના એ સ્પષ્ટ કરે છે કે યુક્રેનમાં પરિસ્થિતિ વધુને વધુ ગંભીર થઈ રહી છે.
આ પણ જુઓ
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ