28 C
Ahmedabad
September 21, 2023
NEWSPANE24
Nation Gujarat News

Indian Media : પ્રિન્ટ તથા ઈ-મીડિયા માલિકો સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની ચર્ચા : સોશિયલ મીડિયામાં ફેલાતા ફેકન્યૂઝ અંગે ચિંતા

Indian Media
SHARE STORY

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે PIB દ્વારા આયોજીત બે કાર્યક્રમોમાં દેશના ટોચના પ્રિન્ટ અને ટીવી ચેનલ મીડિયા માલિકો સાથે સંવાદ કર્યો હતો.

Indian Media

Indian Media : આતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ

અનુરાગ ઠાકુરે પોતાની એક દિવસીય મુલાકાત દરમ્યાન ગાંધીનાગર ખાતે પ્રિન્ટ તથા ટીવી ચેનલ્સના તંત્રીઓ, માલિકો અને ચેનલ હેડ્સ સાથે અલગ-અલગ બેઠકો યોજી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા જગત સાથે સંકળાયેલા આતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરતા ચર્ચા-વિચારણા કરી હતી.

Indian Media

Indian Media :પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પત્રકારોના લાભાર્થે સરકાર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે : અનુરાગ ઠાકુર

આ પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે લોકશાહીના ચોથા આધારસ્તંભ એવા મીડિયાને વધુ સશક્ત કરવા સરકાર કટિબદ્ધ છે. આ સાથે કોરોના કાળ દરમ્યાન વર્તમાનપત્રો તથા ટીવી ચેનલોના એડિટર્સ, રિપોર્ટર્સ સહિતના સ્ટાફને પડેલી મુશ્કેલીઓ અંગે કરાયેલી રજુઆત સંદર્ભે તેમણે જણાવ્યુ હતુ કે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પત્રકારોના લાભાર્થે સરકાર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે.

Indian Media

Indian Media : સોશિયલ મીડિયામાં ફેલાતા ફેકન્યૂઝ અંગે ચિંંતા

PIB(પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) દ્વારા યાજાયેલા આ ક્રાયક્રમમાં જાહેર હિત સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ અંગે મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. આ સાથે ખોટા, ફેક તથા ભ્રામક  સમાચારો ફેલાવતા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવે તેવી અપેક્ષા ઈ-પ્રિન્ટ મીડિયાના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

આ સંવાદમાં PIBના એડિશનલ ડી.જી. ડૉ. ધીરજ કાકડીયા, રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંહ તથા માહિતી નિયામક આર.કે. મહેતા સહિત મીડિયા સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ

Seema Darshan Nadabet : ભારત-પાક સરહદે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે લોકાર્પણ

ADVERTISEMENT

SHARE STORY

Related posts

Seema Darshan Nadabet : ભારત-પાક સરહદે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે લોકાર્પણ

Newspane24.com

ખેલ મહાકુંભ : દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022

Newspane24.com

અમીરગઢ ચેકપોસ્ટથી 1.46 કરોડનો ચરસ(drugs)નો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Wisdom : ડ્હાપણ…. ?

SAHAJANAND

Leave a Comment