27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Nation Breaking News World

India on Top : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવાના ભારતના પ્રયાસોની તુલના

India on Top
SHARE STORY

India on Top : વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ-નાગરિકોને સુરક્ષિત બહાર લાવવાના ભારતના પ્રયાસોની તુલના.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દેશ વિદેશના લાખો નાગરિકો ફસાયા છે. યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પોતના નાગરિકોને સહી-સલામત સ્વદેશ પહોંચાડવા દરેક દેશ પોત પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વિવિદ દેશો દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. એવામાં ભારત દ્વારા યુક્રેનમાંથી પોતના વિદ્યાર્થીઓ-નાગરિકોને સ્વદેશ પરત લાવવાના પ્રયાસોની તલુના વિશ્વના અન્ય દેશોના પ્રયાસો સાથે કરવી જરુરી છે.

India on Top

India on Top : તમામ દેશોની એડવાઈઝરી

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, નાઈજિરિયા અને મોરોક્કો સહિતના અલગ-અલગ દેશોના આશરે 80,000થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટિમાં અભ્યાસ કરે છે. યુદ્ધની પરિસ્થિતિને લઈને લગભગ તમામ દેશોએ પોત-પોતાના વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી પોતના વતનમાં પરત લાવવાના ભાગ રુપે એડવાઈઝરી જાહેર કરવા સાથે વિવિધ પ્રયત્નો હાથ ધર્યા છે. જોકે તુલનાત્મક રીતે જોતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિર્ધ-દ્રષ્ટિ હેઠળ ભારત સરકાર દ્વારા જે પ્રયાસો કરાઈ રહ્યા છે તે અન્ય દેશોની સરખામણીએ વધારે સશ્ક્ત અને સક્રિય છે.

India on Top

India on Top : અમેરિકા અને બ્રીટન અસમર્થ

વિશ્વના સૌથી સક્તિશાળી ગણાતા જગત-જમાદાર અમેરિકાએ પોતાના નાગરિકોને જણાવી દીધુ છે કે તેના પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર લાવવુ શક્ય નથી. તેની સરખામણીમાં ભરત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ભરસક પ્રયત્નો કરીને પોતના વિદ્યાર્થીઓ-નાગરિકોને બહાર લાવવાનો સફળ પ્રયાસ થઈ રહ્યો છે. વધતે ઓછે અંશે આવી જ પરિસ્થિતિ બ્રીટનની છે. બ્રીટીશ સરકાર દ્વારા પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર લાવવા અંગે હાથ ઉચા કરી અસમર્થતા દર્શાવાઈ છે. યુક્રેનની રાજધાની કિવમાંથી બ્રીટીશ એમ્બેસી સ્થળાંતરિત કરાઈ છે, જ્યારે ભારતીય એમ્બેસી હજી પણ પૂર્ણરુપે કાર્યરત છે.

India on Top : ચીનના પ્રયાસો

ચીન સાથે તુલના કરીએ તો ચાનના લગભગ 6,000 જેટલા નાગરિકો યુક્રેનમાં છે, અને આ ફસાયેલા નાગરિકોને બહાર લાવવા ચીને ચાર્ટર્ડ ફ્લાઈટ જેવી સગવડ કરી છે. સાથે સાથે ચીને પોતના નાગરિકોને ચાઈનીઝ ઝંડો સાથે રાખી યુક્રેન છોડવા સલાહ આપવામાં આવી છે. જોકે તેમ છતાં ચાઈનીઝ લોકોને કિવ છોડવામાં ધણી મુશ્કેલીઓ પડી રહી છે.

India on Top : ભારત સરકારના પ્રયાસો

India on Top

તેની સામે ભરત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરુ કરવા સાથે પોતના નાગરિકો માટે નિશુલ્ક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ સેંકડો ભારતીય વિદ્યારથીઓ-નાગરિકો સલામત રીતે સ્વદેશ પરત ફરી રહ્યા છે. ભારત સરકારે પણ નાગરિકોને રાષ્ટ્રીય ફ્લેગ તિરંગો સાથે રાખવા એડવાઈઝરીમાં તાકીદ કરી છે. જેમાં ચીનના ફ્લેગ સાથેના વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે અને તેમને મુશ્કેલીઓના સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારતની સરકાર દવારા હાથ ધરાયેલા પ્રયત્નોને લઈને ભારતીય નાગરિકોના વાહનોને અટકાવવામાં આવતા નથી.

India on Top : કિવમાં જર્મન દુતાવાસ બંધ

હવે વાત કરીએ યુરોપના વિકસીત દેશ જર્મનીની. જર્મનીના નાગરિકોને ધણી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કેમકે યુક્રેનની રાજધાની કિવમાં જર્મન એમ્બેસીને તાળા લાગી ગયા છે. એમ્બેસીને તાળા લાગી જતા જર્મન વિદ્યાર્થીઓ-નાગરિકો માહિતીથી લઈને કોઈપણ પ્રકારની સહાય મેળવવા અસમર્થ છે. જ્યારે ભારતીય દુતાવાસ હજી પણ ચાલુ છે અને પૂર્ણ ક્ષમતા પર કામ કાર્યરત રહી પોતના નાગરિકોની મદદ કરવા સતત પ્રયત્નશિલ છે.

India on Top

India on Top : મરોક્કોનો પ્રયાસ, ઈજિપ્તની અસમર્થતા

મોરોક્કો જેવો નાનો દેશ પોતના નાગિરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પર ઝીણવટભરી નજર રાખવા સાથે રોમાનિયા, પોલેન્ડ, હંગેરી કે સ્લોવાકીયામાં પ્રવેશ કરાવી બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે ઈજિપ્તની સરકાર દ્વારા યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા પોતના નાગરિકોને મદદરુપ થવા એમ્બેસીને સુચનો કરવામાં આવ્યા છે પરંતુ ફ્લાઈટ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ઈજિપ્ત અસમર્થ રહ્યુ છે. 

India on Top : નાઈજિરિયાએ હાથ ઉંચા કર્યા

યુદ્ધની પરિસ્થિતિના આવા મુશ્કેલ સમયમાં નાઈજિરિયાની સરકારે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવવા કોઈ ખાસ આયોજન ન હોઈ પોતના નાગરિકોને જણાવી દીધુ છે કે તેઓ પોતની રીતે યુક્રેનમાંથી બહાર આવવા પ્રયાસ કરે. આ સાથે યુક્રેનમાં અભ્યાસ કરતા પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કોઈ નક્કર આયોન ન કરી શકાતા તેઓ ભરતીય તીરંગો લગાવી અન્ય દેશોમાં પ્રવેશ કરી પાકિસ્તાન પહોંચી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

તાજા સમાચાર

યુક્રેન સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ યુક્રેનમાં 80,000 જેટલા વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે. ત્યારબાદ મોરોક્કો, અઝરબૈજાન અને તર્કમેનિસ્તાન તથા નાઈજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ક્રમમાં છે.

વિશ્વના અન્ય દેશોના પોતના વિદ્યાર્થીઓ-નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર લાવવાના પ્રયાસોની તુલના ભારત સાથે કરીએ તો લગભગ તમામ દેશોની સરખામણીમાં ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અંતર્ગત સૌથી વધુ સશક્ત અને સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

ખેલ મહાકુંભ : દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022

Newspane24.com

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Corona : ગુજરાતમાં નવા 2,909 કેસ : 21 ના મોત

SAHAJANAND

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Leave a Comment