27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Sports Nation News World

IND vs WI 1st ODI : 1000મી વન-ડેમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવ્યુ

IND vs WI 1st ODI
SHARE STORY

IND vs WI 1st ODI : ઐતિહાસિક 1000મી વન-ડેમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવી 3 મેચોની શ્રૃંખલામાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs WI 1st ODI
Courtesy ICC BCCI

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ રોહીત શર્માના કેપ્ટનશિપ યુગનો પ્રારંભ હતો. જેમાં વેસ્ટઈન્ડીઝની ટીમને 176 રન પર પેવેલીયન ભેગી કર્યા બાદ રોહિત શર્માના 60 રનની મદદથી 22 ઓવર શેષઃ રહેતા વિજય પ્રાપ્ત કર્યો હતો.

IND vs WI 1st ODI : ભારતીય અને વેસ્ટઈન્ડીજની ટીમ

ભારતીય ટીમ : રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ, રિષભ પંત(વિકેટકીપર), દિપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.

વેસ્ટઈન્ડીઝ ટીમ : કાયરન પોલાર્ડ(કેપ્ટન), બ્રેંડન કિંગ, શો હોપ(વિકેટકીપર) શમાર બ્રૃક્સ, નિકોલસ પૂરન, ડેરેન બ્રાવો, ફેબિયન એલેન, અકીલ હુસેન, જેસન હોલ્ડર, કેમાર રોચ, અલ્જારી જોસેફ.

IND vs WI 1st ODI : ભારત ટોસ જીત્યુ

IND vs WI 1st ODI
Courtesy ICC BCCI

ભારતે ટોસ જીતીને વેસ્ટઈન્ડીઝને પહેલા ફટકાબાજી કરવા આમંત્રણ આપ્યુ હતુ. વેસ્ટઈન્ડીઝની ટીમને શરુઆતી ઝટકો આપતા સિરાજે ભારતને પહેલી સફળતા અપાવતા હોપને 10 રને ક્લિન બોલ્ડ કર્યો હતો. શરુઆતમાં નિયંત્રીત બોલિંગ આક્રમણ કરતા ભારતે વેસ્ટઈન્ડીઝને રન બનાવવાની વધુ તક આપી ન હતી. 4 ઓવરના અંતે વેસ્ટઈન્ડીઝે 1 વિકેટ ગુમાવી 19 રન બનાવ્યા હતા.

IND vs WI 1st ODI : સુંદરે એક ઓવરમાં બે વિકેટ ઝડપી

IND vs WI 1st ODI
Courtesy ICC BCCI

બાદમાં ભારતે બોલીંગમાં પહેલો બદલાવ કરતા સુંદર વોશિંગ્ટનને બોલીંગ આક્રમણમાં ઉતાર્યો હતો, ત્યારે વેસ્ટઈન્ડીઝનો સ્કોર 1 વિકેટ પર 30 રન હતો. વોશિંગ્ટન સુંદરે પોતાની ત્રીજી ઓવરમાં પહેલા સફળતા મેળવતા બ્રેંડન કિંગને 13 રને સુર્યકુમાર યાદવાના હાથમાં ઝડપાવી દીધો હતો. તે જ ઓવરમાં 3 બોલ બાદ સુંદરે ડેરેન બ્રાવોને 18 રને એલબીડબલ્યુ કર્યો હતો. ભારત તકરફથી વેસ્ટઈન્ડીઝને સોથી મોટો ઝટકો આપતા 20મી ઓવર નાંખવા આવેલા યહલ બે બોલમાં નિકોલસ પુરણને 18 રને અને કેપ્ટન પોલાર્ડને ખાતુ ખોલ્યા વગર જ પેવેલીયન ભેગા કરતા વેસ્ટઈન્ડીઝની ટીમના મીડલ ઓર્ડરને વેરવિખેર કરી દીધુ હતુ.

IND vs WI 1st ODI : ચહલે કેરીયરની 100 વિકેટો પુરી કરી

ચહલે નિકોલસ પૂરણની વિકેટ લેવા સાથે પોતાની વન-ડે કેરીયરની 100 વિકેટો પુરી કરી હતી. ચહલે પોતાની આક્રામક બોલીગ ચાલુ રાખતા પોતાની બીજી ઓવરમાં બ્રૃક્સને 10 રને પંતના હાથોમાં કેચ કરાવી દીધો હતો. આ સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતની સાતમી ઓવરમાં પહેલી સફળતા હાંસલ કરતા અકીલ હુસેનને પેવેલીયન ભેગો કરી દેતા વેસ્ટઈન્ડીઝની ટીમ 7 વિકેટો ગુમાવ્યા બાદ 79 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ જેસન હોલ્ડર અને ફેબિયન એલેને મળીને વેસ્ટઈન્ડીઝની ઈનીંગને ધીરે ધીરે આગળ ધપાવતા 100 રન સુધી પહોંચાડી દીધી હતી.

IND vs WI 1st ODI : ઐતિહાસિક 1000મી વન-ડેમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવી 3 મેચોની શ્રૃંખલામાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.વેસ્ટઈન્ડીઝની ટીમ 176 રન પર સમેટાઈ

જોકે હોલ્ડર 57 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. આખરે વેસ્ટઈન્ડીઝની ટીમ 176 રન બનાવી પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે 4 અને સુદરે 3 વિકેટો ઝડપી હતી.

ભારતીય ટીમે સાવધાની પૂર્વક શરુઆત કરી

IND vs WI 1st ODI
Courtesy ICC BCCI

ભારતીય ટીમે પોતાની બેટીંગની શરુઆત જાળવીને કરતા વિકેટો બચાવવા પર ધ્યાન આપી ઘીરે ધીરે સ્કોરને આગળ વધાર્યો હતો. 4 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર 18 રન હતો, ઈશાન કિશન 3 અને રોહિત શર્મા 11 રન પર બેટિંગ કરી રહ્યા હતા.

રોહિત શર્માએ પાંચમી ઓવરમાં ગીયર બદલ્યો

IND vs WI 1st ODI
Courtesy ICC BCCI

પાંચમી ઓવરમાં રોહીતે ગીયર બદલતા ત્રણ ચોક્કા ફટકારી દીધા હતા. 9 ઓવરના અંતે ભારતે 50 રન પુરા કર્યા હતા, જેમાં ઈશાન 14 અને રોહિત શર્મા 31 રન બનાવી રમી રહ્યા હતા. પાવરપ્લેની અંતિમ ઓવરમાં રોહીત શર્માએ શાનદાર ફટકાબાજી કરતા બે ચોક્કા અને એક સીક્સર ફટકારી કેમાર રોચની ઓવરમાં 15 રન મેળવી ભારતના સ્કોરને 67 રન પર પહોંચાડી દીધો હતો. દરમ્યાન રોહિત શર્માએ પોતાનું 44મું અર્ધશતક માત્ર 41 બોલમાં પુરુ કર્યુ હતુ.

ભારતને એક જ ઓવરમાં બે મોટા ઝટકા

જોક ત્યારબાદ અલ્ઝારી જોસેફે ભારતને એક જ ઓવરમાં બે મોટા ઝટકા આપતા રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેવેલીયનભેગા કરી દીધા હતા. હવે ભારતની ઈનીંગ સંભાળવાની જવાબદારી રીષભ પંત અને ઈશાન કિશન પર આવી ગઈ હતી. આ બંન્ને એ ભારતના સ્કોરને 100 રન પર પહોંચાડ્યો હતો. જોકે ત્યારબાદ રીષભ પંત કમનસીબ રીતે 11 રન બનાવીને રનઆઉટ થયો હતો.

તાજા સમાચાર

IND vs WI 1st ODI : ભારતે 22 ઓવર પહેલા વિજય હાંસલ કર્યો

ત્યારબાદ સુર્યકુમાર અને હુડ્ડાએ ભારતીય ઈનિંગને સંભાળતા પાંચમી વિકેટ માટે 50 રનની ભાગેદારી ઉભી કરી દેતા ભારતીય ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી. આખરે ભારતે 22 ઓવર પહેલાજ 176 રનનો લક્ષ્યાંક હાંસલ કરતા વેસ્ટઈન્ડીઝને 6 વિકેટથી પરાજય આપ્યો હતો.

આ પણ જુઓ

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ


SHARE STORY

Related posts

National Voters’ Day : ચાલો આપણી ચૂંટણી પ્રક્રિયાને સુગમ-સમાવિષ્ટ બનાવવા સહભાગી બનીએ

SAHAJANAND

Pakistan Blast : પાકિસ્તાનની શિયા મસ્જિદમાં બ્લાસ્ટ : 57ના મોત, 200થી વધુ ધાયલ

Newspane24.com

Corona કેસોમાં ઘટાડો : ગુજરાતમાં આજે 14,781 નવા કેસ : 21 ના મોત

SAHAJANAND

India on Top : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવાના ભારતના પ્રયાસોની તુલના

Newspane24.com

Leave a Comment