IND vs WI : બીજી વન-ડેમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 44 રને હરાવી શ્રેણી પર વિજયી સરસાઈ હાંસલ કરી લીધી છે. ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 3 વન-ડેની સીરીઝની અમદાવાદ ખાતે રમાયેલી 2જી વન-ડેમાં યજમાન ભારતે વેસ્ટઈન્ડીઝને હરાવી 2-0 થી વિજયી લીડ લઈ લીધી છે.
Courtesy BCCI
ભારતીય ટીમ
રોહિત શર્મા(કેપ્ટન) કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત(વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, મોહંમદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટઈન્ડીયન ટીમ
નિકોલસ પૂરણ(કેપ્ટન), શાઈ હોપ(વિકેટ કીપર), બ્રેંડન કિંગ, ડેરેન બ્રાવો, શમર બ્રૃક્સ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, ફેબિયન એલન, ઓડિન સ્મિથ, અલ્જારી જોસેફ, કેમાર રોચ.
IND vs WI : વેસ્ટઈન્ડીઝે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી

આ મેચમાં વેસ્ટઈન્ડીઝની ટીમના કેપ્ટન કેઈરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ નકોલસ પુરણે સંભાળી હતી. વેસ્ટઈન્ડીઝે ટોસ જીતીને પહેલી મેચને ધ્યાનમાં રાખતા બોલીંગ કરવાનું પસંદ કર્યુ હતુ. તેનો આ નિર્ણય કેટલેક અંશે સફળ રહેતા ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 237 રન જ બનાવી શકી હતી.
IND vs WI : વેસ્ટઈન્ડીઝની ટીમ 193 રન જ બનાવી શકી

Courtesy ICC
ભારતીય ટીમ દ્વારા અપાયેલા 238 રનના લક્ષ્યાંકને પુરો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડીઝની ટીમ માત્ર 193 રન જ બનાવી શકતા 44 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
IND vs WI : શ્રેણીની અંતિમ મેચ 11 ફેબ્રૃઆરીએ
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ અમદાવાદ ખાતે 11 ફેબ્રૃઆરીના રોજ રમાશે. જેમાં વેસ્ટઈન્ડીઝની ટીમ પ્રથમ જીત માટે જ્યારે ભારતીય ટીમ વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
અન્ડર-19 વર્લ્ટકપની વિજયી ટીમની હાજરીમાં રમાઈ મેચ

Courtesy ICC
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વેસ્ટઈન્ડીઝમાં ઈંગ્લેન્ડ સામે ફાઈનલ જીતીને વર્લ્ડકપ હાંસલ કરનાર અન્ડર-19ની ટીમને આ બીજી વન-ડેમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે તેમની હાજરીમાં શ્રેણી વિજય હાંસલ કરી જીતની ખુશીને બેવડી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અન્ડર-19ની ટીમના ખેલાડીઓને 40-40 લાખ રુ. ઈનામરાશી સ્વરુપે આપવાનો નિર્ણય કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ