
SOG ને મહિતી મળી હતી કે આરોપી ફોન વેચવા સાણંદ તરફ જવાનો છે
અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG શાખાએ માહિતીને આધારે અલગ-અલગ દુકાનોમાંથી ચોરી કરેલા 36 મોબાઈલ સાથે રીઢા(habitual thief caught) મોબાઈલ ચોરને સરખેજ, ફોર્ડના શો-રુમ સામેથી ઝડપી લીધો છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર SOG ને ચાંગોદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે એક શખ્સ અલગ અલગ દુકાનોમાંથી ચોરી કરેલા મોબાઈલ ફોનના જથ્થાને વેચવા સાણંદ તરફ જવાનો છે.
આરોપી પાસેથી રુ. 2,26,000ની કિંમતના 36 મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે

જેના આધારે પોલીસે અહીં જાળ બિછાવી શાંતિપુરા સર્કલથી સાણંદ તરફ જવાના રસ્તા પર ફોર્ડ કંપનીના શો-રુમ સામેથી નડિયાદના રહેવાસી જસવંત ઉમેદભાઈ વાધેલાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રુ. 2,26,000ની કિંમતના 36 મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
પોલીસને શંકા ન થાય તે માટે ચોરી કરતી વખતે સાયકલ નો ઉપયોગ
આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે તેણે આ 36 મોબાઈલમાંથી 26 મોબાઈલ અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે આવેલ નસીબ ટેલીકોમ નામની મોબાઈલની દુકાનમાંથી જ્યારે 10 મોબાઈલ આણંદના પેટલાદ રોડ પર બાંધાણી ચોકડી પાસે આવેલી આશાપુરા મોબાઈલની દુકાનમાંથી યોર્યા છે.
આરોપી મોબાઈળની દુકાનોની રેકી કર્યા બાદ પતરાવાળી દુકાનોને નીશાન બનાવી દુકાનો પર ચઢી પતરાના બોલ્ટ ખોલી દુકાનમાં પ્રવેશ કરી મોબાઈલની ચોરી કરતો હતો. વળી આરોપી પોલીસને શંકા ન થાય તે માટે ચોરી કરતી વખતે સાયકલ નો ઉપયોગ કરતો હતો.
કાર્યવાહી કરનાર અધિકારી
અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG શાખાની આ કાર્યવાહીમાં પો.ઈન્સ. ડી.બી. વાળા, પો.સબ.ઈન્સ. એમ.ડી. જયસ્વાલ અને તેમની ટીમે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ પણ જુઓ
નારણપુરામાં સિનિયર સિટીઝનને લૂંટનારા(Robbery) બે કિશોર સહિત ત્રણ ઝડપાયા