Habitual thief : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક દિવસમાં ત્રણ ચોરી કરનાર બે રીઢા ગુનેગારોને ઝડપી લઈ 5 ગુનાના ભેદ ઉકેલ્યો છે.
Habitual thief : આ સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક જ દિવસમાં ત્રણ ચોરી કરનાર ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી કરતા બે રીઢા ગુનેગારોને ચોરીના ત્રણ મોટર સાયકલ અને સોનાની ચેઈન સાથે ઝડપી લઈ 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઈમબ્રાંચને મળલી માહિતીને આધારે આરોપી ઝડપાયો

Habitual thief : પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અગાઉ ચેઈન સ્નેચીંગના ગુન્હાઓમાં પકડાયેલ નવાઝ ઉર્ફે ઝીણીયો તથા તેનો મિત્ર લતીફ કોઈ જગ્યાએથી સોનાની ચેઈન તથા ચોરી કરેલ વાહનો સગે વગે કરવા માટે હાલમાં સરસપુર ગુરૂદ્વારા સામે ગીરધરમાસ્ટર કમ્પાઉન્ડની નજીક ભેગા થયેલ છે. જેના આધારે પોલીસે ત્વરિત એક્શનમાં આવી ગીરધરનગર કંપાઉન્ડ પાસેથી કાલુપુર ખાતે રહેતા નવાઝખાન ઉર્ફે જીણીયો યુસુફખાન પઠાણ(૩૬) અને સરસપુર ખાતે રહેતા લતીફ મુન્નાભાઈ શેખ(૩૫)ને ઝડપી લઈ તેમની પાસેથી એક સોનાની ચેઈન અને ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ. 1,70,નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓની કબુલાત

Habitual thief : આરોપીઓએ પુછપરછમાં 14 નવેમ્બરે રાતના 9 વાગ્યાની આસપાસ સુભાષબ્રીજ સર્કલ પાસેથી પસાર થઈ રહેલા સીનીયર સીટીઝન દંપત્તિમાંના મહિલાના ગળામાંથી ચેઈન તોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓ ફરતા ફરતા રાતના 10.30 વાગ્યાની આસપાસ નારણપુરા અંકુર રોડ પર આવ્યા હતા, જ્યાંથી તેમણે હોન્ડા સાઈન મોટર સાયકલની ચોરી કરી હતી. ત્યારબાદ રાત્રે 10.45 વાગ્યાની આસપાસ 132 ફુટ રીગરોડ પર ગુરૂ પ્રેમ હોસ્પિટલ પાસેથી એક યુવકના ગળામાંથી ચેઈન તોડી ભાગી ગયાનું કબુલાત કરીને એક જ દિવસમાં ત્રણ ચોરીઓને અંજામ આપ્યાનું કબુલ્યુ હતુ.
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ
Habitual thief : આરોપીઓમાં નવાઝખાન ઉર્ફે જીણીયો યુસુફખાન પઠાણ અગાઉ કાલુપુર, નવરંગપુરા,બાપુનગર, સેટેલાઇટ, મણીનગર, ઓઢવ, વાડજ, ઘાટલોડીયા, પાલડી, ઇસનપુર, માધવપુરા, શાહીબાગ, રખીયાલ, ગુજરાત યુનિ, વસ્ત્રાપુર, શહેરકોટડા પોલીસ સ્ટેશનનોમાં ચેઈન સ્નેચીંગ તથા ચોરીઓના ગુન્હામાં પકડાયેલ છે. સાત વખત પાસા પણ ભોગવી ચુકેલ છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Ahmedabad Police : અમદાવાદ પોલીસની 9 ફેબ્રૃઆરીની કાર્યવાહી

Habitual thief : આરોપી લતીફ શેખ અગાઉ દેશી દારૂના ગુન્હામાં શહેરકોટડા તથા ગોમતીપુરમાં પકડાયેલ છે. તેમજ મણીનગર પોલીસ સ્ટેશનમાં તથા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. ઉપરાંત રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ એક વાર પાસા પણ ભોગવેલ છે.