Gujarat : વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણ વિભાગનો નવતર અભિગમ
રાજ્યના ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના નિર્માણ માટે યોગ્ય દિશામાં આગળ વધી શકે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓફ-લાઈન અને ઓન-લાઈન માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવશે.


Gujarat : કાર્યક્રમ ૨૬ મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે યોજાશે
સુરત ખાતે શિક્ષણ વિભાગ દ્વરા યોજાનાર આ ક્રાર્યક્રમના આચોજન અંગે નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાની અધ્યક્ષતામાં એક બોઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘રાજ્યના શિક્ષણ વિભાગની અભિનવ પહેલના ભાગરૂપે ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૨૬ મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે યોજાશે’.


આ પણ જુઓ
Pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારી : સુરતના રવિ રાદડિયાની કળા
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Gujarat : કાર્યક્રમ ઓન-લાઈન પ્રસારિત કરાશે
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ આચોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને દિશાસુચનો મળી રહે તેવો ઉમદા આશય રહેલો છે. ઓન-લાઈન અને ઓફ-લાઈન યોજાનાર આ કાર્યક્રમનું સંયુક્ત પ્રસારણ બાયસેગ ખાતેથી કરાશે. જે ડીડી ફ્રી ડીશ, ડીટીએચ સર્વિસ પર જોઈ શકાશે અને સાથે સાથે યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણ પણ નિહાળી શકાશે.
