
વડોદરા શહેરમાં બેંક ઓફ બરોડામાંથી સિનીયર સિટીઝનની નજર ચૂકવી(Fraud with senior citizens) 3.80 લાખ સેરવી લેનારા બે સખ્સોને સીસીટીવી ફુટેજના આધારે વડોદરાની સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઝડપી લીધા છે.
સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે આરોપીઓ ઝડપાયા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા શહેરની બેંકઓફ બરોડામાંથી સિનીયર સિટીઝનની નજર ચૂકવી(Fraud with senior citizens) કોઈ ગઠીયાઓ રુ. 3.80 લાખની રોકડની ચોરી કરી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા વડાદરા પોલીસે ગુનાની ગંભીરતાને સમજી ત્વરિત કાર્યવાહી શરુ કરી બેંકની આસપાસના સીસીટીવી ફુટેજ ખંગાળ્યા હતા. દરમિયાન સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે પોલીસે સીસીટીવીમાં દેખાયેલી ઓટોરિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસની ભાષામાં પુછપરછ કરી જાણકારી મેળવી બીજા આરોપીને ગાંધીનગર ખાતેથી ઝડપી લીધો છે.
આરોપીઓ
આરોપીઓમાં વડાદરાના રહેવાસી સાનુહસન નવિશેર દિવાન અને ગાંધીનગર ખાતે રહેતા રણજીત રામપ્રસાદ બાવરીનો સમાવેશ થાય છે.
કુલ રુ. 1,36,000નો મુદ્દામાલ કબજે
આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રુ. 80,000, ઓટોરિક્ષા, 2 મોબાઈલ ફોન મળી કુલ રુ. 1,36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
કામગીરી કરનાર કર્મચારીઓ
વડોદરાના સિનીયર સિટીઝન (Fraud with senior citizens) સાથે થયેલ આ ગુનો ઉકેલવામાં વડોદરા સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કે.એન. લાઠીયા, ડીસ્ટાફ પી.એસ.આઈ. એચ.એ. વસાવા અને તેમની ટીમના કર્મચારીઓ શામેલ છે.
આ પણ જુઓ
પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા