Fire at Bhajiya House : અમદાવાદના ખોખરા ખાતે પ્રખ્યાત રાયપુર ભજિયા હાઉસમાં આગ લાગતા આસપાસની 3 થી 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી.

Fire at Bhajiya House : ખોખરા આતે આવેલ ભજીયા હાઉસમાં આગ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા સર્કલ ખાતે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં અજાણ્યાં કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આ અંગે ભયંકર સ્વરૂપ પકડી લેતા ધુમાડાના ગોટેગોટા આસમાનમાં છવાઈ ગયા હતા.
Fire at Bhajiya House : સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ વિકરાળ બની

ભજીયા હાઉસની આ દુકાનમાં આગ લાગ્યા બાદ ગેસનો સિલિન્ડર ફાટતા મારે મોટો બ્લાસ્ટ થયો હતો અને આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. સિલિન્ડર ફાટયા બાદ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભયના કારણે આસપાસના લોકો ભયના માર્યા દોડા-દોડી કરવા લાગ્યા હતા.
Fire at Bhajiya House : અફરા-તફરીનો માહોલ સર્જાયો
શહેરના ભરચક વિસ્તારમાં આવેલ આ દુકાનમાં આગ લાગતા ભય અને કુતુહલને લઈને જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. વળી સિલિન્ડરના બ્લાસ્ટનો અવાજ દુર સુધી સંભળાતા આસપાસના વિસ્તારના લોકો પણ અહીં એકઠા થઈ ગયા હતા. થોડા સમય પુરતો ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Fire at Bhajiya House : ફાયરબ્રીગેડે આગ પર કાબુ મેળવ્યો

જોકે ફાયરબ્રીગેડને જાણ કરાતા તેમણે ઘટનાસ્થળે પહોંચીના આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ પણ જુઓ
Pakistan Blast : પાકિસ્તાનની શિયા મસ્જિદમાં બ્લાસ્ટ : 57ના મોત, 200થી વધુ ધાયલ
