E Vehicle : ગાંધીનગહર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ-વ્હિકલ ક્ષેત્રોના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે સંવાદ કરી ઈ-વ્હિકલના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
- “સૂઝ-બુઝ, આવડત અને સાહસ ધરાવતી કોઈપણ વ્યક્તિ સ્ટાર્ટ અપ કરી શકે છે”
- ‘ઈ-વ્હિકલ મેન્યુફેક્ચરિંગ દેશના પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે ફાયદાક’
- ‘દેશના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઈનોવેટર્સ આત્મનિર્ભર ભારતની યાત્રાનું મુખ્યચાલક બળ છે’
E Vehicle : ઈ-વ્હિકલનું ઉત્પાદન રાષ્ટ્રના પર્યાવરણ સાથે સાથે અર્થવ્યવસ્થા માટે પણ ફાયદાકારક

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઈ-વ્હિકલના ઉત્પાદનને વેગ આપવા આગવી પહેલ કરતાં ઈ-વ્હિકલ ક્ષેત્રના 31 જેટલા ઈનોવેટર્સ અન સ્ટાર્ટઅપ ફાઈન્ડર્સને મળી તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભરતાનો નવિન વિચાર આપી ભારતના ઈનોવેશન એન્ડ મેન્યુફેક્ચરીંગ અને ટેકનોલોજી ક્ષેત્રોને નવી દિશા ચિંધી છે. ઈ-વ્હિકલનું ઉત્પાદન રાષ્ટ્રના પર્યાવરણ સાથે સાથે અર્થવ્યવસ્થા માટે પણ ફાયદાકારક છે.
E Vehicle : દેશનો યુવા, ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડરો આત્મનિર્ભર ભારતનું મુખ્ય ચાલક બળ

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે આવડત, સાહસ અને સૂઝબૂઝ ધરાવતો કોઈપણ વ્યકિત સ્ટાર્ટઅપ શરુ કરી શકે છે. રાજ્યના ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઈન્ડરોની સાથે સરકાર હંમેશા પડખે રહેશે. દેશનો યુવા, ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડરો આત્મનિર્ભર ભારતનું મુખ્ય ચાલક બળ છે.
આ સાથે મુખ્યમંત્રીએ ઈ-વ્હિકલના ઉપયોગી સ્પેર પાર્ટસ જેવાકે ઈલેક્ટ્રીક મોટર્સ, ચાર્જીંગ ફેસીલીટી, બેટરી સહિત રેટ્રોફિટીંગ ફેસીલીટીનું નિર્માણ કરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડરોને બીરદાવતા જણાવ્યુ હતુ કે રાજ્યની ઈ-વ્હિકલ નિર્માણની ઈકોલોજી તેમના થકી સશક્ત બને છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
E Vehicle : યુવાઓમાં ઉત્સાહ અને પ્રેરણા
આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઈન્ડર્સ યવાઓ સાથે ચર્ચા કરતા તેમના સંશોધનો અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી. GTU, I-Create, I-hub, GUSEC, EDII, PDEU સહિતની સંસ્થાઓમાંથી આવેલા યુવાનો સાથે વાત-ચિત કરી મુખ્યમંત્રીએ યુવાઓના નવિન સંસોધનો, તેની વાયેબિલીટી અને માર્કેટમાં ઉપસ્થિતિ અંગે ઝીણવટભરી માહિતી મેળવવાની સાથે યુવાઓમાં ઉત્સાહ અને પ્રેરણા જગાડી હતી.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર