25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Crime Ahmedabad News

Dhandhuka Murder : મૌલાના જાવરાવાલાના 8 દિવસના રીમાન્ડ મંજૂર : હત્યામાં વપરાયેલી પિસ્ટલ કબજે

Dhandhuka Murder
SHARE STORY

Dhandhuka Murderકેસમાં કોર્ટે મૌલાના જાવરાવાલના 8 દિવાસના રીમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર સહિત મોટરસાયકલ ને શોધી કાઢી છે.

અમદાવાદના બહુચર્ચિત Dhandhuka Murder માં ગોળી ચલાવનાર મુખ્ય આરોપી શબ્બીર કટ્ટર વિચારધારા ધરાવતો હોવાનું બહાર આવ્યુ છે. ઉપરાંત તેના વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કલમ 394,504, 506(2)114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારીની સુરતથી ઉત્તર પ્રદેશના લખનઉ પહોંચી હત્યા કરનારા પણ ગુજરાતના સુરતના ઉમરવાડા લીંબાયતમાં રહેતા હતા અને તેમને પણ ગુજરાત એટીએસ દ્વારા જ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં પણ આરોપીઓએ મૌલવી મોસીન શેખના જેહાદી ભાષણથી પ્રેરાઈને કમલેસ તિવારીની હત્યા કરી હતી. આ ધટનાઓને જોતા એ પ્રશ્ન અસ્થાને નથી કે ગુજરાતમાં આવા કેટલા યુવાનો હશે જે મૌલવીઓના ઈશારે કોઈ પણ વ્યક્તિની સરેઆમ હત્યા કરવાને યોગ્ય સમજી હત્યાની તૈયારી કરી રહ્યા હશે.

Dhandhuka Murder

આરોપી ઈન્સ્ટાગ્રામ મારફતે દિલ્હીના મૌલાના કમર ગનીના સંપર્કમાં આવ્યો

આરોપી શબ્બીર એકાદ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે દિલ્હી ખાતે રહેતા કોઈ ખાસ પ્રકારના સંગઠન સાથે સંકળાયેલા મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો અને્ આ મૌલાનાને મળવા 9 મહિના પહેલા દિલ્હી પણ ગયો હતો. જ્યાં તેને ઈસ્લામની વિરુદ્ધમાં કોઈ અપશબ્દ બોલે કે ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ દિલ્હીવાળા મૌલાનાએ શબ્બીરને અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદ અયુબ યુસુફભાઈ જાવરાવાલા(51)નો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.

Dhandhuka Murder
હત્યામાં વપરાયેલી પિસ્ટલ

મોલાના મહંમદ અયુબ જાવરાવાલાએ તેને પિસ્ટલ અને 5 કારતુસોની વ્યવસ્થા કરી આપી

બાદમાં શબ્બીર દ્વારા માંગણી કરાતા આ જાવરાવાલાએ જ શબ્બીરને હત્યા માટે હથિયારો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. શબ્બીરે મૌલાનાને મળીને જણાવ્યુ હતુ કે કિશન ભરવાડે તોહિને-રસાલત કરી છે અને તે ગુસ્તાખે રસુલ છે એ પ્રમાણે ચર્ચા કરી તેણે મૌલાના પાસે હથિયારની માગણી કરી હતી. જેમાં મોલાના મહંમદ અયુબ જાવરાવાલાએ તેને પિસ્ટલ અને 5 કારતુસોની વ્યવસ્થા કરી આપી હતી.

આરોપીઓને તપાસ અર્થે લઈ જઈ મુદ્દામાલ અને પુરાવા એકઠા કરતી એસઓજી

કોર્ટે મોલાના મહંમદ અયુબ જાવરાવાલાના 8 દિવાસના રીમાન્ડ મંજુર કર્યા

બાદમાં હથિયારો લઈ ધંધુકા પરત આવી ગયેલા શબ્બીરે પાચ થી છ દિવસ કિશનભાઈ ભરવાડની રેકી કહી હતી. ત્યારબાદ મોકો જોઈ પીછો કરી તેમની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે આજે મૌલાના મહંમદ ઐયુબ યુસફભાઈ જવારાવાલાને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રીમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટે મોલાના મહંમદ અયુબ જાવરાવાલાના 8 દિવાસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

Dhandhuka Murder
આરોપી જમાલપુરનો મૌલાના મહંમદ ઐયુબ યુસફભાઈ જવારાવાલા

દિલ્હીનો મૌલાના કમર ગની એટીએસના હાથે ઝડપાયો : Dhandhuka Murder ના તાર દિલ્હી સુધી પહોંચ્યા

આ ધટના Dhandhuka Murder ના તાર દિલ્હી સુધી જોડાયેલા છે. પોલીસ આરોપીઓના સગડ દવાબતા દિલ્હી સુધી પહોંચી છે. આ ઘટનામાં સંડોવાયેલા વધુ એક મૌલાના કમર ગનીને ગુજરાત એટીએસ દ્વારા દિલ્હી ખાતે ઝડપી લેવાયો છે અને તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.

કિશનભાઈ ભરવાડે માંફી માંગવા છતાં કરાઈ હત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ સાથે સમાધાન થયા બાદ કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર માફિ માગી ને વીડિયો મુકવા છતાં કટ્ટરપંતી તત્વો દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી. જે દર્શાવે છે કે કેટલાક લોકો આવા મૌલાનાઓ દ્વારા બ્રેઈનવોશ થઈ કેટલી હદ સુધી કટ્ટર અને હિંસક બની લોકોની હત્યા કરવા સુધી પહોંચી શકે છે.

તાજા સમાચાર

દિલ્હીનો મૌલાના કમર ગની ભડકાઉ ભાષણ જોતો અને આપતો હતો

Dhandhuka Murder કેસમાં શામેલ દિલ્હીના મૌલાના કમર ગનીને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયો છે. મૌલાના કમર ગની પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલોના ભડકાઉ ભાષણ વાળા વીડિયો સતત જોતો હતો. તે પોતે પણ ઉશ્કેરણી જનક ભખણના વીડિયો બનાવતો હતો. તેના ઈન્સ્ટાગ્રામ પર આવા ભાષણો અપલોડ થયેલા છે. આ ભાષણો જોઈને જ ધંધુકાનો શબ્બીર તેના સંપર્કમાં આવ્યો હતો અને તેને મળવા દિલ્હી ગયો હતો. જ્યાં મૌલાના કમર ગનીએ શબ્બીરને લીગમ મદદ માટે પણ જાણાવ્યુ હતુ. બાદમાં કમર ગનીએ શબ્બીરને અમદાવાદમાં મૌલાના ઔયુબનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ. શબ્બીર મૌલાના ઐયુબ સાથે પોરબંદરના એક યુવકની હત્યા કરવા પણ ગયો હતો. જેકે તે યુવક ન મળતા બાદમાં તેણે કિશન ભરવાડની હત્યા કરી હતી.

આ પણ જુઓ

Raj Babbar in SP : કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડશે…?


SHARE STORY

Related posts

liquor seized : વટામણ ધોલેરા હાઈવે પરથી 18.89 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

ગુજરાતમાં Rajdhani Express ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ, યાત્રીઓ સુરક્ષીત

Newspane24.com

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત

SAHAJANAND

Ahmedabad Police : અઠંગ વાહનચોર કોન્ડોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ : 17 લાખના 26 વાહનો કબજે

Newspane24.com

Leave a Comment