27 C
Ahmedabad
September 24, 2023
NEWSPANE24
Gujarat News

Dakor Poonam : અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ પર ભંડારાને મંજૂરી

Dakor Poonam
SHARE STORY

Dakor Poonam : ડાકોર સેવા સમિતિ અને ગુજરાતના મંત્રીઓની મિટિંગ બાદ અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ પર ભંડારાઓને મંજૂરી આપવામાં આવી છે.

Dakor Poonam : ફાગણી પુનમે ડાકોરના માર્ગો પર માનવમહેરામણ

ફાગણી પૂનમે લાખો ભક્તજનો ડાકોરના ભગવાન રણછોડરાયજીના મંદિરે પગપાળા દર્શન કરવા જાય છે. ફાગણી પૂનમના આ સમયગાળા દરમ્યાન ડાકોરની આસપાસના માર્ગો પર લાખોની સંખ્યામાં વિશાળ માનવ મહેરામણ જોવા મળે છે. 

Dakor Poonam : પદયાત્રીઓની સેવા માટે ભંડારા

ભગવાન રણછોડરાયના દર્શને પગપાળા જતા ભક્તજનો માટે વિવિધ સંસ્થાઓ, રસ્તામાં આવતા ગામડાઓના સેવાભાવી લોકો, ધાર્મિક સંગઠનો સહિત અનેક લોકો વ્યક્તિગત રીતે પણ ભંડારાઓનું આયોજન કરતા હોય છે. જેમાં ભક્તજનોને પાણીથી લઈને ભોજન કરાવવા સુધીની વ્યવસ્થા સાથે આરામ કરવાની વ્યવસ્થા અને શારીરિક સંભાળ પણ લેવામાં આવતી હોય છે.

Dakor Poonam

Dakor Poonam : ભંડારામાં અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે નિયંત્રણો

પગપાળા ચાલતા ભક્તજનોની વિશાળ સંખ્યાને લઈને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ન થાય અને પગપાળા દર્શને જતા યાત્રીઓને જરુરી સગવડો મળી રહે તે માટે સરકાર અને ડાકોર સેવા સંકલન સમિતિ દ્વારા મિટિંગ યોજી વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ માટે કેટલાક નિયંત્રણો નક્કી કરવામાં આવે છે.

Dakor Poonam : ડાકોર સેવા સંકલન સમિતિ અને વ્યવસ્થા તંત્રની મિટિંગ

ફાગણી પૂનમને અનુલક્ષીને ડાકોર પગપાળા જતા ભક્તજનોની સગવડતા માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અન્ય મંત્રીઓ, પૂર્વ મંત્રીએ અને ડાકોર સેવા સંકલન સમિતીના અધ્યક્ષ સહિત સમિતિના સદસ્યો અને ભંડારાના આયોજકો સહિત અગ્રણીઓની એક મિટિંગ કનીજ ખાતે આવેલા રણછોડરાયના મંદિર ખાતે યોજાઈ હતી.

Dakor Poonam

Dakor Poonam : વાહનમાલિકોની માહિતી આપી મંદિરેથી મેળવી શકાશે પાસ

આ મિટિંગમાં લેવાયેલા નિર્ણયો અંતર્ગત 8 થી 10 માર્ચ 2022 સુધી સવારે 10 થી સાંજના 6 વગ્યા દરમ્યાન કનીજ ખાતે આવેલા રણછોડરાયજીના મંદિર ખાતેથી પાસ આપવામાં આવશે. આ પાસ મેળવવા વાહન માલિકની સંમતિ, વાહનની આર.સી. બૂક, વીમો, ડ્રાઈવરનું નામ અને લાયસન્સની અસલ તથા નકલ ઝેરોક્ષ લાવવાની રહેશે.

Dakor Poonam : 24 કલાક વીજ પુરવઠો

ઉપારંત આ મિટિંગમાં પદયાત્રીઓની સગવડતા માટેના ભંડારાઓમાં લાઈટની વ્યવસ્થા અંગે વીજ પુરવઠા અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી 24 કલાક વીજ પુરવઠો મળી રહે તવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Dakor Poonam

Dakor Poonam : સ્વાચ્છતા જાળવવા સહિત કોરોના એસઓપીનુ કરવુ પડશે પાલન

કોરોના સંક્રમણને લઈને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ ભંડારાના આચોજકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત આયોજન કરવા સાથે સ્વચ્છતાની જાળવણી માટે ડસ્ટબીન મુકવાના રહેશે. ઉપરાંત ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સેનેટાઈઝર, ટેમ્પરેચર ગન સહિતના ઉપકરણો રાખવા સાથે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરવા સાથે ડીજે અને સાઉન્ડ પર પણ કંટ્રોલ રાખવાનો રહેશે.

તાજા સમાચાર

આ પ્રસંગે ખેડા જિલ્લા કલેક્ટર, ખેડા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા અને ડાકોર પદયાત્રા સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ જુઓ

Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર

Advertisement

SHARE STORY

Related posts

Stray Cattle : વડોદરા શહેરમાં રખડતા ઢોરના માલીકો પર પાસા જેવા કડક પગલા લેવામાં આવશે

SAHAJANAND

Girnar Ropeway : 17 મહિનામાં 1 કરોડ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા

Newspane24.com

ગુજરાતમાં LRD – PSI પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ, 2 આરોપીની ધરપકડ

Newspane24.com

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 3 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Leave a Comment