Cyber Fraud : સાયબર ક્રાઈમ પોલીસે લોન પ્રોસેસીંગ ફી અને એડવાન્સ સિક્યોરીટી ડિપોઝીટના નામે 59 લોકોને છેતરનાર સાયબર-ઠગને ઝડપી લીધો છે.

Cyber Fraud : લોન આપવાને બહાને ઈન્ટરનેટના માધ્યમથી છેતરપિંડી
ફાઈનાન્સ કંપનીના નામે ગ્રાહકોને અલગ અલગ પ્રકારની લોન આપવાને બહાને ઈન્ટરનેટના માધ્યમથી લોન એપ્રુવલ લેટર અને ક્યુ.આર. કોડ સાથેનું બેંક એકાઉન્ટ મોકલી લોન પ્રોસેસીંગ ફી તેમજ લોન પેટે એડવાન્સ સિક્યોરીટી ડિપોઝીટ અને કમિશનના નામે નાણાં મેળવી છેતરપીંડી કરનાર ગાંધીનગર ખાતે રહેતા સાયબર-ઠગ રાકેશ ઉપેન્દ્રકુમાર ત્રિવેદી(42)ને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે.

Cyber Fraud : 59 ગ્રાહકોના 4.48 લાખ પડાવી લીધા
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ન્યુ નરોડા ખાતે રહેતા ગાયત્રીબેન હીતેન્દ્રકુમાર મકવાણાએ ફરીયાદ નોંધાવી હતી કે રાકેશભાઈ ત્રીવેદી અને બ્રાંચ હેડ પુષ્પાબેન રવિરાજભરે અમદાવાદ વસ્ત્રાલ ખાતે પુષ્પ બિઝનેસ કેમ્પસમાં ઓફીસ રાખી કેપીટલ ફાઈનાન્સના નામે 59 ગ્રાહકોને અલગ અલગ પ્રકારની લોન આપવાને બહાને ઈન્ટરનેટના માધ્યમથી લોન એપ્રુવલ લેટર અને ક્યુ.આર. કોડ સાથેનું બેંક એકાઉન્ટ મોકલી ઈન્ટનેટના માધ્યમથી લોન પ્રોસેસીંગ ફી તેમજ લોન પેટે એડવાન્સ સિક્યોરીટી ડિપોઝીટ અને કમિશનના નામે રૂ. 4,48,500ની છેતરપિંડી આચરેલ છે.

Cyber Fraud : આરોપી ટેકનીકલ સર્વેલન્સના આધારે ઝડપાયો
જેથી સાયબર સેલના પો.ઈ. એમ.એન. દેસાઈએ આરોપીના મોબાઈલ નંબરો દ્વારા મોબાઈલનું લોકેશન તેમજ બંક એકાઉન્ટમાં જમા થયેલા નાણાં અંગે તપાસ કરવા વિવિધ ટીમો બનાવી ત્વરિત કામગીરી કરી ટેકનીકલ પુરાવાઓને આધારે ગાંધીનગર સેક્ટર-29 ખાતે રહેતા આરોપી રાકેશ ઉપેન્દ્રકુમાર ત્રિવેદીને ઝડપી લીધો છે.
Cyber Fraud : છેતરપિંડી આચર્યા બાદ આરોપીઓ ફોન બંધ કરી દેતા
આરોપીએ પુછપરછમાં તેના મુંબઈ સ્થિત પાર્ટનર સાથે મળી જુદા જુદા નામથી ફાઈનાન્સ કંપનીઓ ચલાવતો અને લોકોને લોન આપવાની વાત કરી અલગ અલગ બેંન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવી છેતરપીંડી આચરતો હોવાનું જણાવ્યુ હતુ. આરોપીઓ આ રીતે કેટલાક લોકોને છેતર્યા બાદ પોતાનો ફોન બંધ કરી દેતા અને સમયાંતરે પોતાની કંપનીનું નામ બદલતા રહેતા. આરોપીઓ ગ્લોબલ ક્લીક, ઓરેકલ ફિનસર્વ ફાઈનાન્સ કંપની, કેપીટલ ફાઈનાન્સ કંપની વિગેરે જેવા નામોથી ઘણાબધા લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે. આરોપીઓ લોન એપ્રુવલ લેટરમાં મુંબઈ ખાતેની ઓફીસનું સરનામું રાખતા હતા અને ગ્રાહકો પાસે ક્યુ.આર.કોડ સ્કેન કરાવી નાણાં ભરાવતા હતા.

Cyber Fraud : રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ઓફિસો ખોલી લોકોને જાળમાં ફસાવ્યા
આરોપી અલગ અલગ જીલ્લામાં ઓફીસ રાખી છેતરપીંડી આચરતો હતો, જેમાં ઈડર ખાતેની ઓફીસથી 150, વિસનગર ખાતેની ઓફીસથી 40 થી 50, અમદાવાદ ખાતેની ઓફીસથી 165, કલોક ખાતેની ઓફીસથી 30 થી 35, કચ્છ ખાતેની ઓફિસથી 128, નડીયાદ ખાતેની ઓફીસથી 40 થી 50, ભરૂચ ખાતેની ઓફીસથી 100 તેમજ સુરત ખાતેની ઓફીસથી 89 જેટલા લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યુ છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપી પાસેથી પોલીસે બેંકની પાસબુકો, ચેકબુકો તેમજ લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યો છે. જેનું એનાલિસીસ કરી અન્ય કેટલા લોકોને આ રીતે ભોગ બનાવવામાં આવ્યા છે તે અંગે તપાસ કરવા આરોપીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ