28 C
Ahmedabad
September 24, 2023
NEWSPANE24
Crime Ahmedabad News

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો

Crime Branch Ahmedabad
SHARE STORY

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતા 36 વર્ષિય યમનના શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરોડાની એક હોટલમાંથી ઝડપી લીધો છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીકની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા શખ્સો પર નજર રાખી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં કાર્યરત હતા.

Crime Branch Ahmedabad

Crime Branch Ahmedabad : પોલીસને બાતમી મળી

દરમ્યાન ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. સી.બી. ટંડેલ અને તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હાત ત્યારે તેમની ટીમના પો.સબ.ઈન્સ. પી.બી. યૌધરીને બાતમી મળી હતી કે, ‘ટોરેન્ટ પાવર સબ સ્ટેશન પાસે આવેલ હોટલ સ્કાય ઈન ટુ ના રુમ નંબર-211માં યમનનો એક શખ્સ ગેરકાયદેસર રીતે ઓટોમેટીક રાયફલના પાર્ટ્સ બનાવડાવી યમનમાં મોકલવાની પ્રવૃત્તી કરે છે અને હાલમાં તેની પાસે રાયફલના પાર્ટશ છે.’

Crime Branch Ahmedabad

Crime Branch Ahmedabad : આરોપી નરોડાની હોટલમાંથી ઝડપાયો

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ કરી યમના નાગરિક અબ્દુલઅજીજ યાહ્યા મોહંમદ અલઅઝ્ઝાની(36)ને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસે 1 રાયફલ બનાવવાનો ભાગ Gas Block, Fornt Sight, Short barrel નંગ-2, રાયફલમાં લગાવવામાં આવતા મીકેનીકલ પાર્ટ નંગ-2, રાયફલ જીરોઈંગ કરવાના પાના નંગ-2, રાયફલ બનાવવાના ભગોનાં પ્લાસ્ટિકના સેમ્પલ, 2 યમનના પાસપોર્ટ, ફોટા સાથેનું ફેમિલી કાર્ડ, 3 મોબાઈલ, અલગ-અલગ કંપનીના કેટલોગ તથા અન્ય ડોક્યુમેન્ટ, રાયફનના જુદા-જુદા પાર્ટ્સના સેમ્પલોની ડીઝાઈન કરેલા કાગળો, વિઝાને લગતા તથા અન્ય અગત્યના કાગળોની નકલો અને ડ્રાઈવિંગ લાયસન્સ કબજે કર્યા હતા.

Crime Branch Ahmedabad

Crime Branch Ahmedabad : યમનમાં અસ્થિરતા હોઈ હથિયારોના પાર્ટસની ડિમાન્ડ

આરોપી અબ્દુઅજીજે પુછપરછમાં જણાવ્યુ હતુ કે યમનમાં હાલ આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હોવાને કારણે અસ્થિરતાનું વાતાવરણ છે. જેમાં હાઉથી, અલ ઝનબ અને અલકાયદા સહિતના અલગ અલગ સરકાર વિરોધી સંગઠનો એક્ટિવ છે. આ સાથે પડોશમાં અસ્થિરતા ધરાવતો દેશ સોમાલિયાને લઈને ચમનમાં હથિયારોની વ્યાપક જરુરીયાત છે. એવામાં યમનના ઘમર શહેર ખાતે રહેતો મુનીર મોહંમદ કાસીમ નામનો શખ્સ આરોપીને મળ્યો હતો, અને આધુનિક હથિયારોના પાર્ટસ લાવી આપવા બદલ 10% કમિશન આપવાની લાલચ આપી હતી.

Crime Branch Ahmedabad

Crime Branch Ahmedabad : પિતાની સારવાર માટે મુંબઈ રોકાયો

આરોપી યમનમાં મજુરી કરી અને કેત(યમનની એક પ્રકારની ખેત પેદાશ)ની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપીના પિતાને હાર્ટની બીમારી હોઈ વર્ષ 2018માં તેના પિતાને મુંબઈ ખાતેની Wockhardt Hospital માં સ્ટન્ટ મુકવામાં આવ્યો હતો. આરોપીના પિતાને દર વર્ષે ચેકઅપ માટે મુંબઈ આવવાનું હોઈ 17-11-2021ના રોજ તે મુંબઈ આવ્યો હતો. નવી મુંબઈના સીબીડી વિસ્તારમાં આવેલ એક હોટલમાં 28 દિવસ રોકાઈ મુબઈને એપોલો અને Wockhardt Hospital માં તેણે પોતના પિતાનું ચેકઅપ કરાવ્યુ હતુ. બાદમાં 11-12-2021ના રોજ તેમને યમન પરત મોકલી દીધા હતા.

Crime Branch Ahmedabad : સેલ્સમેન તરીકેની ઓળખ ઉભી કરી

Crime Branch Ahmedabad

પિતાને યમન મોક્લ્યા બાદ આરોપીએ મુનીર મોહંમદકાસીમના કહેવા પ્રમાણે અત્યાધુનિક રાયફલોના પાર્ટ્સ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. મુંબઈથી અમદાવાદ આવી મુનીર દ્વા્રા તેને આપેલા રાયફલના પાર્ટસના મેઝરમેન્ટ સાથેના કોમ્પ્યુટર ગ્રાફીક્સના ફોટાઓના આધારે ઓનલાઈન સર્ચ કરી અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં તપાસ કરી એઢવ જીઆઈડીસીમાં ડી.કે. એન્જીનીયરીંગ કંપનીમાં જઈ સેલ્સમેન તરીકેની ઓળખાણ આપી આરોપીએ પોતે જુદી જુદી મશીનરીના સ્પેર પાર્ટસ બનાવતો હોવાનું જણાવ્યુ હતુ.

Crime Branch Ahmedabad : કઠવાડા જીઆઈડીસી ખાતેની કંપનીઓમાં પાર્ટસનો ઓર્ડર આપ્યો

બાદમાં આરોપીએ સૌ પ્રથમ રાયફલના પાર્ટસની અલગ અલગ 4 ડાઈ બનાવડાવી હતી. આ ડાઈના આધારે આરોપીએ કઠવાડા જીઆઈડીસીમાં આવેલ MARUTI INV STEEL CAST તથા KALPESH ALLOYA કંપનીઓમાં જઈ રાયફ્લ બનાવવાના વિવિધ પાર્ટસનો ઓર્ડર આપ્યો હતો. આરોપીએ આ તમામ પાર્ટસ યમન ખાતે મુનીર મોહંમદને સ્પાલય કરવાનો હોવાની કબુલાત કરી હતી.

Crime Branch Ahmedabad : કંપનીઓમાંથી અલગ અલગ મોલ્ડ કબજે

Crime Branch Ahmedabad

આરોપી પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસે કઠવાડા જીઆઈડીસીમાં આવેલ MARUTI INV STEEL CAST તથા KALPESH ALLOYA કંપનીઓમાં તપાસ કરી રુ. 1,00,000 ની કિંમતની રાયફલના પાર્ટસ બનાવવાની ડાઈ નંગ-4, Gas Block Front Sight Short Barrel Assembly ના મેટલ પાર્ટસ નંગ-18, Gas Block Front Sight Short Barrel Assembly ના પર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ-30, Front Side Barrel Assembly ના પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ-50, રાયફલમાં લગાવવામાં આવતા મીકેનીકલ પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ-48, Front Side Gas Block પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ-5, રાયફલના જુદા જુદા પાર્ટ્સના સેમ્પલોની ડીઝાઈન કરેલ કાગળો મળી કુલ રુ. 1,04,225નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તાજા સમાચાર

Crime Branch Ahmedabad : પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરી 7 દિવરના રીમાન્ડ મેળવ્યા છે. તે સીવાય આરોપી સાથે આ ગુનામાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે, સ્થાનિક કેટલા લોકોની સંડોવણી છે, આરોપી છેલ્લા અઢી માસના ભારતમાં રોકાણ દરમ્યાન કોને કોને મળ્યો છે, રાયફલના પાર્ટ્સ કોને અને ક્યાં સપ્લાય કર્યા છે, આરોપી અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

જાણો, ભાજપને UP ELECTION જીતાડવા સુરતના વેપારીઓ કેવી રીતે કરી રહ્યા છે મદદ

Newspane24.com

Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ 

Newspane24.com

Corona : ગુજરાતમાં કોરોનાના કેસ 300થી નીચે : 8 ના મોત

SAHAJANAND

IPL 2022 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્રેક્ટિસ માટે સુરતમાં

Newspane24.com

Leave a Comment