અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે વડોદરા એક્સપ્રેસ હાઈવે સી.ટી.એમ પાસેથી સરોગી સુપર સેલ્સ કંપનીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશ ભીંડના અને હાલ કાગડાપીઠ ખાતે રહેતા નોકર મનિષ શર્માને 38 લાખ રોકડ અને અન્ય માલ-સામાન મળી કુલ રુ. 41,05,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

Crime Branch : ક્રાઈમ બ્રાંચને મળી માહિતી
ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટને માહિતી મળી હતી કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીમાં સંડોવાયેલ આરોપી મનિષ શર્મા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સી.ટી.એમ. ખાતે ભાગવાની ફીરાકમાં ઉભો છે.

Crime Branch : આરોપીને 38 લાખની રોકડ સહિત અન્ય માલ-સામાન સાથે ઝડપી લેવાયો
મહિતીના આધારે ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. વી.એન. ભરવાડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઈ તેની પાસેથી રુ. 38 લાખ રોકડ઼ા, 20 ચાંતીના બિસ્કીટ, 1 લેપટોપ, 3 મોબાઈલ, ઈલેક્ટ્રોનિક સર સામાન, બ્રાંડેડ પરફ્યુમ અને કપડા અને ગોગલ્સ મળી કુલ રુ. 41,05,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Crime Branch : 47 લાખની માતબર રકમ જોઈ લાલચમાં આવી કરી ચોરી
આરપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે પોતે અમદાવાદમાં હિરાભાઈ માર્કેટ ખાતે આવેલ સરોગી સુપર સેલ્સ પ્રા.લી.માં લગભગ સાતેક વર્ષથી નોકરી કરતો હતો અને ઓફિસના પૈસાની લેવડ-દેવટનું તમામ કામ સંભાળતો હતો. દરમ્યાન તેને પૈસાની જરુરીયાત હોઈ ગત 13 મે ના દિવસે કંપનીના લોકરમાં રાખેલી 47 લાખ રુ. જેટલી માતબર રકમની રોકડ જોઈ લાલચમાં આવી ચોરી કરી ભાગી ગયો હતો.

Crime Branch : ચોરીના પૈસાથી મોજશોખ
ત્યારબાદ ચોરી કરેલા રુપિયાથી કાંકરીયા ખાતે આવેલ ક્રોમાના શોરુમમાંથી આઈફોન-13, સેમસંગનો અન્ય ફોન અને જેબીએલના સ્પિકર ખરીદી રીલાયન્સ ટ્રેન્ડ્સમાંથી બ્રાન્ડેડ કપડાની ખરીદી કરી હતી.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
બાદમાં આરોપી ફ્લાઈટ પકડી દિલ્હી જતો રહ્યો હતો. ત્યાં મોજશોખ કર્યા બાદ પાછો અમદાવાદ પરત આવી મુંબઈ થઈને ગોવા જતો રહ્યો હતો અને ચોરી કરેલા પૈસાથી મોજ-શોખ કર્યા હતા.
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
ક્રાઈમ બ્રાંચે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.
