એનઓસી તથા પ્લાન મંજુર કરવા બાબતે આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની લાંચ (Corruption) લીધી
Corruption : ગાંધીનગરના ફાયર બ્રિગેડના ઓફિસર સહિત બે જણા પાંચ લાખની લાંચ(Corruption) લેતાં એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા. ગાંધીનગરમાં બિલ્ડીંગની ફાયર એનઓસી ના કામકાજ માટે તથા પ્લાન મંજુર કરવા બાબતે આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ.

બનાવની વિગત મુજબ આ બનાવના ફરિયાદીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રેવા બિલ્ડીંગ તથા રાયસન ખાતે અંતરીક્ષ બિલ્ડિંગમાં ફાયર સેફટીના કામકાજ માટે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ ઓફિસમાંથી પ્લાન મંજૂર કરાવવા તથા પ્રિ એન.ઓ.સી. મેળવવા માટે અરજી કરી હતી. જેમાં ફરિયાદીએ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેકટર તથા class-2 ફાયર ઓફિસર મહેશ રવિદાન મોડનો સંપર્ક સાધ્યો હતો. મહેશ મોડે ઝડપી એન.ઓ.સી. મેળવવી હોય તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે એમ જણાવ્યું હતું.
તાજા સમાચાર
Corruption નો આરોપી રંગેહાથ ઝડપાયો
જોકે ફરિયાદીને લાંચ(Corruption)ની રકમ આપવી ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવીને ફરિયાદીને મહેશનો સંપર્ક સાધતા કહ્યું હતું. ફરિયાદીએ મહેશ મોડનો સંપર્ક સાધતા તેણે અન્ય આરોપી કમલ ઇન્દુભાઇ ગઢવીનો સંપર્ક કરાવ્યો હતો. મહેશ મોડે લાંચની રકમ કમલ ગઢવીને આપવા જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની ઓફિસ બહાર કમલ ગઢવીને પાંચ લાખ લાખની રકમ આપતા એસીબીએ ગઢવીને ઝડપી લીધો હતો. બાદમાં મુખ્ય આરોપી મહેશ મોડની પણ અટકાયત કરી હતી.
આ પણ જુઓ
flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત