
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાતા 8,338 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળતા 38 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 24% જેટલો વધારો થતા કાલના 6,679 ની સરખામણીમાં આજે 8,338 કેસ નવા સામે આવ્યા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 2,654 કોરોનાના કેસ
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 2,654 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,712, રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, વડોદરામાં 484, સુરત જીલ્લામાં 137, કચ્છમાં 210, આણંદમાં 95, ભરુચમાં 145, મહેસાણામાં 130, ગાંધીનગર કોર્પોરેશનમાં 223, જામનગર કોર્પોરેશનમાં 95 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 80 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 75,464 : સાજા થવાનો દર 92.65%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 75,464 પર પહોંચી છે, જેમાં 229 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 75,235 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,83,022 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,511 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 92.65% છે.

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
આજે કુલ 4,49,165 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 4,49,165 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,83,82,401 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
Raj Babbar in SP : કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડશે…?