25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં નવા 6,097 કેસ : 35 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાતા 6,097 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાતા 35 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 20% જેટલો ઘટાડો થતા કાલના 7,606 ની સરખામણીમાં આજે 6,097 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 2 હજારની નીચે

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 1,985 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,215, રાજકોટ કોર્પોરેશનમાં 237, સુરત કોર્પોરેશનમાં 204, વડોદરામાં 297, સુરત જીલ્લામાં 154, કચ્છમાં 151, આણંદમાં 89, ભરુચમાં 61, મહેસાણામાં 173, ગાંધીનગર કોર્પોરેશનમાં 203, જામનગર કોર્પોરેશનમાં 75 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 77 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 57,521 : સાજા થવાનો દર 94.28%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 57,521 પર પહોંચી છે, જેમાં 248 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 57,273 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,23,499 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,614 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 94.28% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona vaccination numbers 4 February

તાજા સમાચાર

આજે કુલ 2,34,350 લોકોનું રસીકર(Vaccination)

Corona vaccination numbers 4 February

રાજ્યમાં આજે કુલ 2,34,350 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,92,77,461 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

congress : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા


SHARE STORY

Related posts

ગુજરાતમાં કોરોના(Corona)ની છલાંગ : છેલ્લા 24 ક્લાકમાં 20,000થી વધુ નવા કેસ નોંધાયા : 12 ના મોત

SAHAJANAND

U19 World Cup 2022 : IND vs AUS: ઓસ્ટેલિયાને પરાસ્ત કરી ટીમ ઈન્ડીયા અંન્ડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં

SAHAJANAND

Corona : ગુજરાતમાં નવા 4,710 કેસ : 34 ના મોત

SAHAJANAND

બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવ્યુ

SAHAJANAND

Leave a Comment