27 C
Ahmedabad
September 21, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં નવા કેસ 10 હજારની નીચે : 30 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા આજે નવા સંક્રમિતોની સંખ્યા 10 હજારની નીચે પહોંચતા 9,395 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યા 30 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 21% જેટલો ઘટાડો થતા કાલના 11,974 ની સરખામણીમાં આજે 9,395 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 3,582 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 3,582 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,598, રાજકોટ કોર્પોરેશનમાં 522, સુરત કોર્પોરેશનમાં 398, વડોદરામાં 413, સુરત જીલ્લામાં 244, કચ્છમાં 153, આણંદમાં 122, ભરુચમાં 46, મહેસાણામાં 200, ગાંધીનગર કોર્પોરેશનમાં 304, જામનગર કોર્પોરેશનમાં 35 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 125 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 91,320 : સાજા થવાનો દર 91.18%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 91,320 પર પહોંચી છે, જેમાં 278 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 91,042 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,52,222 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,438 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 91.18% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

Corona

તાજા સમાચાર

આજે કુલ 88,117 લોકોનું રસીકર(Vaccination)

Corona

રાજ્યમાં આજે કુલ 88,117 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,76,86,839 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત


SHARE STORY

Related posts

જુના વાહનનો નંબર રાખી શકાશે : Old vehicle number can be kept

SAHAJANAND

Offline Teaching : ધોરણ ૧ થી ૯ નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે

SAHAJANAND

Stress free Exam : ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે તે માટે રાજ્ય સરકારની વ્યવસ્થા

Newspane24.com

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Leave a Comment