31 C
Ahmedabad
September 30, 2023
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં કોરોનાના કેસ 100ની નીચે

Corona
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં આજે પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા 96 કેસ નવા નોંધાયા છે. જ્યારે આજે કોરોનાને કારણે કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 50થી નીચે

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 50થી નીચે રહેતા નવા 38 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 4, સુરત જીલ્લામાં 3, આણંદમાં 4, ખેડામાં 1, તાપીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, બનાસકાંઠામાં 3, કચ્છમાં 3, દાહેદમાં 1, મહેસાણામાં 2 જ્યારે ડાંગમાં 2 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,109 : સાજા થવાનો દર 99.02%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,109 પર પહોંચી છે, જેમાં 8 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,101 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,11,087 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,934 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98થી ઉપર આવી જતા હાલ 99.02% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 4 March.jpg

તાજા સમાચાર

આજે કુલ 99,237 લોકોનું રસીકરણ(Vaccination)

corona vaccination numbers 4 March

રાજ્યમાં આજે કુલ 99,237 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,32,93,021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

India on Top : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવાના ભારતના પ્રયાસોની તુલના


SHARE STORY

Related posts

Vadodara Police : બિસ્નોઈ ગેંગની 1.80 કરોડની દારુની હેરાફેરીનો હિસાબ ઝડપાયો

Newspane24.com

Sarkhej Police : સાયલેન્સર ચોર “મેવાતી ગેંગ”ને ઝડપી લઈ હરિયાણા અને સરખેજના 8 ગુનાનો ભેદ ઉકેલતી સરખેજ પોલીસ

Newspane24.com

Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર

SAHAJANAND

ગોધરાના કિશોરને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરોએ આપ્યુ નવુ જીવન

SAHAJANAND

Leave a Comment