
ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા આજે 13,805 કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 17% જેટલો ઘટાડો થતા કાલના 16,617 ની સરખામણીમાં આજે 13,805 કેસ નવા સામે આવ્યા છે જ્યારે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં ગઈ કાલના 19ની સરખામણીમાં આજે 25 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 4,361 કોરોના(Corona)ના કેસ
ગુજરાત(Gujarat)માં સૌથી વધુ કોરોનાના કેસ 4,361 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 1,136, વડોદરા કોર્પોરેશનમાં 2,534, રાજકોટ કોર્પોરેશનમાં 889, વડાદરામાં 721, સુરત જીલ્લામાં 238, કચ્છમાં 282, આણંદમાં 150, ભરુચમાં 190, મહેસાણામાં 231, અમરેલીમાં 109, ગાંધીનગર કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશનમાં 140 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 295 કેસ નોંધાયા છે.

રાજ્યમાં Corona ના એક્ટિવ કુલ કેસ 1,35,148 : સાજા થવાનો દર 86.49%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,35,148 પર પહોંચી છે, જેમાં 284 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,34,864 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9,30,938 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,274 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી નીચે આવી જતા હાલ 86.49% છે.

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

Corona અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આજે કુલ 1,16,936 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 1,70,290 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,65,15,617 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.