congress : કોંગ્રેસના નેતા(leader) અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા દર્શાવતી એક ઘટના સામે આવી છે.
સામાન્ય જનમાનસમાં નેતાગણની છબી

આમતો સામાન્ય જનમાનસમાં નેતાગણ(leader)ની સામાન્ય છબી ઠાઠ-માઠ, ઐશ્વર્ય, વટ અને તુમાખી સાથે જોડાયેલી હોય છે. જોકે કેટલાક નેતાઓ પોતાની સંવેદનશીલતા અને માનવતાને કારણે જનમાનસમાં મુઠી ઉંચેરુ સ્થાન હાંસલ કરે છે. ગુજરાત કોંગ્રેસ(congress)ના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાનો આવો જ એક માનવતાસભર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અર્જુન મોઢવાડિયાની નજર એક મુશ્કેલી અનુભવી રહેલા ટ્રક ડ્રાઈવર પર પડી
ઘટના એ પ્રમાણે બની કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા પોરબંદરના પોતાના રુટીન પ્રવાસ પર હતા અને આતરીયાળ વિસ્તારના એક સુમ-સાન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક જ તેમની નજર એક ટ્રક ડ્રાઈવર પર પડી, જેની ટ્રક બંધ થઈ ગઈ હતી અને ટ્રકને સ્ટાર્ટ કરવામાં તે મુશ્કેલી અનુભવી રહ્યો હતો.
અર્જુન મોઢવાડીયા સહિત તેમના કાફલાએ ટ્રકને ઘક્કો લગાવ્યો

સહજ રીતે જોઈએ તો કોઈ સામાન્ય નેતા કે વ્યક્તિ પણ આવી બાબતને અવગણીને પોતાના કાર્ય માટે આગળ વધી જાય. પરંતુ અર્જુન મોઢવાડીયાની સંવેદનશીલતાએ તેમને આગળ વધી જતા અટકાવ્યા. તેમણે પોતાનો કાફલો ઉભો રખાવી ડ્રાઈવરની પુછપરછ કરી તેની સમસ્યા જાણી. માત્ર એટલુ જ નહીં મોટા ગજાના નેતા હોવા છતાં તેમણે કોઈ પણ પ્રાકરનો ક્ષોભ રાખ્યા વિના ડ્રાઈવરને કહ્યુ કે તું સ્ટીયરિંગ સંભાળ હું તથા મારી સાથે રહેલા કોંગ્રેસના અન્ય નેતા(leader)ઓ અને સુરક્ષા કર્મીઓ મળી તારી ટ્રકને ધક્કો લગાવી દઈએ છીએ. આ સાથે અર્જુન મોઢવાડીયા અને તેમના કાફલાના લોકોએ ટ્રકને ધક્કો મારી ચાલુ કરી દીધી હતી.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
સંવેદનહિન નેતા ક્યારેય લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરી નથી શકતો
આમ જોઈએ તો વાત સાવ મામુલી છે પરંતુ જો એને મુલવવામાં આવે તો હાલના સમયની નેતાગીરીને જોતા આવી ઘટનાઓ અમુલ્ય છે. ભાજપ, કોંગ્રેસ કે પછી દેશનો કોઈપણ રાજકીય પક્ષ હોય, ડાબેરી-જમણેરી કોઈપણ પ્રકારની વિચારધારમાં માનતો હોય પણ જો તેના નેતા(leader) કે કાર્યકર્તામાં માનવતા અને સંવેદનશીલતા ન હોય તો તે પક્ષ ક્યારેય લોકોના હૈયમાં સ્થાન મેળવી શકે નહીં.
આ પણ જુઓ
Destroying liqueur : રુ. 1,07,14,270 ની કિંમતના દારુના જથ્થાનો નાશ