Compressor theft : સેટેલાઈટ પોલીસે AC ના કોમ્પ્રેસરની ચોરી કરતા 2 શખ્સોને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લીધા છે.
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 25 ફેબ્રૃઆરીના રોજ નહેરુનગર ચાર રસ્તા, તુષાર ઝેરોક્ષની બાજુમાં ગાંધી પાર્ક સોસાયટી ખાતે આવેલ ડાયાબીટીસ કેર એન્ડ હોર્મોન ક્લીનીકની બહાર રાખેલા એ.સી.ના કોમ્પ્રેસરની ચોરી થવા અંગે ફરીયાદ નોંધાઈ હતી.
Compressor theft : સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ રીક્ષા

પોલીસે ઘટનાસ્થળની આસપાસ આવેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં ઘટનાસ્થળની આસપાસ ચોરી થયાના સમયગાળા દરમ્યાન એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી.
Compressor theft : હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ
રીક્ષા અંગે વધુ તપાસ હાથ ધરી પોલીસે બાતમીદારોને સક્રિય કરતા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે એ.સી.ના કોમ્પ્રેસરના અલગ અળગ સ્પેરપાર્ટ વેચવા કેટલાક શખ્સો રીક્ષામાં ફરી રહ્યા છે.
Compressor theft : આરોપીઓ ઝડપાયા

બાતમીદારો દ્વારા મળેલ માહિતીને આધારે પોલીસે જુહાપુરા ખાતે રહેતા આદિલ મન્સુરઅલી દરબાર(23) અને બહેરામપુરા ખાતે રહેતા અયુબખાન મકબુલખાન પઠાણ(32)ને ઝડપી લીધા હતા.
રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના એ.સી.ના કોમ્પ્રેસર, પાના પક્કડ, ડિસમીસ અને ઓટોરીક્ષા મળી કુલ રુ. 18,290નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડિ
આરોપીઓ રાત્રીના સમયગાળા દરમ્યાન શહેરના જુદા-જુતા વિસ્તારોમાં જઈ દુકાન-ઓફિસની બહાર લગાવેલા એ.સી.ના કોમ્પ્રેસરની ચોરી કરી તેના સ્પેરપાર્ટ અલગ-અલગ કરી વેચી દેતા હતા.
આ પણ જુઓ
Teasing : યુવતીઓની છેડતી કરી ધમકી આપતા શખ્સને પાસા