Chandkheda chori : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ચાંદખેડામાં સોનીની 2 દુકાનોમાં બાકોરૂ પાડી ચોરીકરનાર ગેંગને ઝડપી લીધી છે.
Chandkheda chori : ચાંદખેડાના રાજ જ્વેલર્સમાં ચોરી
ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 24 નવેમ્બર 2021ના રોજ આઈઓસી રોડ પર આવેલ રાજ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાં બાજુની દુકાનમાંથી બાકોરૂ પાડી આશરે રૂ. 20 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ. 1,35,000 રોકડની ચોરી થઈ હતી.

Chandkheda chori : ચાંદખેડાના ગજાનંદ જ્વેલર્સમાં ચોરી
આ અંગે ચાંદખેલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ઉપરાંત 2 ડીસેમ્બર 2021ના રોજ આઈઓસી રોડ પર આવેલ ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં પણ બાકોરૂ પાડી રૂ. 6,50,000ના સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

Chandkheda chori : ચોરીની ઘટનાઓ પર લગામ લગાવવા પોલીસ હરકતમાં
એક સપ્તાહમાં ઘટેલી ચોરીની આ પ્રકારની ઘટનાઓને પગલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.બારડ તથા પોલીસ ઇન્સ્પેક્ટરજે.એન.ચાવડા નાઓની ટીમના પો.સ.ઈ. એ.પી.જેબલીયા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા વા.પો.સ.ઇ. એમ.ડી.મકવાણા સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં આ પ્રકાના ગુના કરતા ગુનેગારોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
Chandkheda chori : માહિતીને આધારે આરોપીઓ ઝડપાયા
દરમિયાન માહિતીને આધારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ સામેથી આ ગુનાના આરોપીઓ ચાદખેડા ખાતે રહેતા હિતેષ નાનજીભાઈ પરમાર(20), સાબરકાંઠા ખાતે રહેતા હિતેષ મુળભાઈ પારેગી(20) અને ચાંદખેડા ખાતે રહેતા ભરતસિંહ ગોપાલસિંહ રાઠોડ(25)ને ઝડપી લઈ તેમની પાસેથી ચાંદીના દાગીના, ઇમીટેશન જ્વેલરી, સેમસંગ કંપનીનું ટેબ, મોબાઇલ ફોન-૩, ડીવીઆર-૨ મળી બન્ને ઘરફોડનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

Chandkheda chori : આરોપીઓની મોડ્સ ઓપરેન્ડિ
આરોપીઓ સોનીની દુકાનની સામેના ભાગે ઉભા રહી રેકી કરી આ વિસ્તારમાં માણસોની હેરફેર કેટલી થાય છે તે અંગેની માહીતી એકત્રીત કરી રાતના સમયે જ્વેલર્સની અડો-અડ આવેલ દુકાનનું શટર તોડી દુકાનમાં જતાં, કોમન દિવાલમાં કટર તથા કોસથી બાકોરૂ પાડીને તાળુ ઓગાળવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી ચોરીઓ કરે છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Chandkheda chori : આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપી હિતેષ નાનજીભાઇ પરમાર નાનો અગાઉ છેલ્લા બે વર્ષ દરમ્યાંન બનાસકાંઠા ખાતે થરાદ પોલીસ સ્ટેશનમાં કાપડની દુકાનમાં ચોરીના તથા ડેરીમાં રોકડ રકમની ચોરીના ગુનામાં તથા માવસરી પો.સ્ટે.માં દુધની ડેરીમાંથી રોકડ નાણાંની ચોરીમાં તથા જૈન દેરાસરમાંથી રોકડ નાણાંની ચોરીના ગુનામાં પકડાય ચુકેલ છે.

તેમજ હિતેષ મુળભાઇ પારેગી અગાઉ છેલ્લા બે વર્ષ દરમ્યાંન બનાસકાંઠા ખાતે માવસરી પો.સ્ટે.માં દુધની ડેરીમાંથી રોકડ નાણાંની ચોરીમાં તથા જૈન દેરાસરમાંથી રોકડ નાણાંની ચોરીના ગુનામાં હિતેષ નાનજીભાઇ પરમાર સાથે પકડાય ચુકેલ છે અને માવસરી પો.સ્ટે.માં મારા મારીના એક ગુનામાં પકડાઇ ચુકેલ છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર