Chain Snatcher : સંતરામ મંદિરમાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર શખ્સને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે(Ahmedabad Crime Branch) માહિતીને આધારે ઝડપી લીધો છે.

ક્રાઈમ બ્રાંચ(Ahmedabad Crime Branch)ને મળી માહિતી
નદીયાદના સંતરામ મંદિરમાં એક મહિલા અને એક શખ્સના ગળામાંથી કોઈ અજાણ્યો શખ્સ સોનાના દોરાની ચોરી કરી ગયો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચના પો.સબ.ઈ. એન.બી. રાવળની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે, ‘મહેશ દંતાણી નામને શખ્સ ચોરીની સોનાની ચેઈનો વેચવા પોતાના મહાલક્ષ્મીનગર ખાતેના મકાન તરફથી અમરાઈવાડી થઈ રબારી કોલોની તરફ જવાનો છે’.
અમરાઈવાડી ખાતેથી આરોપી ઝડપાયો

જેના આધારે પોલીસે માહિતી વાળી જગ્યા પર જાળ બીછાવી અમરાઈવાડી ખાતે રહેતા મહેશ નગીનભાઈ દંતાણી(30)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૂ. 1.10 લાખની કિંમતની સોનાની બે ચેઈન કબજે કરી હતી.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
સંતરામ મંદિરમાંથી ચોરી કરી હોવાની આરોપીની કબુલાત
આરોપીઓ ક્રાઈમ બ્રાંચને(Ahmedabad Crime Branch) પુછપરછમાં જણાવ્યુ હતુ કે તે ગઈ 17 જાન્યુઆરીના રોજ નદીયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં ગયો હતો. જ્યાં ખુબ ભીડ હોવાથી આ એકઠી થયેલી ભીડનો લાભ લઈ આરોપીએ એક મહિલા અને એક પુરુષના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયો હતો.
આ પણ જુઓ
flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત